સેમસંગ દ્વારા ગેલેક્સી F56 લોન્ચ, જે ભારતમાં તેના સૌથી સ્લિમ F સિરીઝ સ્માર્ટફોન છે

ગુરુગ્રામ, ભારત, 9 મે, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી F56 5Gના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી, જે F-સિરીઝ પોર્ટફોલિયોમાં સૌથી સ્લિમ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન ફક્ત 7.2mm સ્લિમ છે અઅને અનેક સેગમેન્ટમાં અવ્વલ વિશિષ્ટતાઓ સાથે અનોખા તરી આવે છે, જેમાં ફ્લેગશિપ ગ્રેડ કેમેરા, એન્ડ્રોઈડ અપગ્રેડ સાઈકલની 6 જનરેશન્સ, આગળ અને પાછળ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશન અને એડવાન્સ્ડ AI એડિટિંગ ટૂલ્સનો સમાવેશ થાય છે.
“ગેલેક્સી F56 5Gના લોન્ચ સાથે સેમસંગે શક્તિશાળી, ભાવિ તૈયાર ટેકનોલોજી થકી ગ્રાહકોના જીવનને સશક્ત બનાવવા માટે અર્થપૂર્ણ ઈનોવેશન લાવવાની પોતાની કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર મૂક્યો છે. ગેલેક્સી F56 5G તેમની જીવનશૈલીને પૂરક સ્માર્ટફોન જોતા યુવા ગ્રાહકોને ઉચ્ચ કક્ષાનો અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઈન અને ફંકશનાલિટીનું ઉત્તમ સંમિશ્રણ લાવે છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના ડાયરેક્ટર અક્ષય એસ રાવે જણાવ્યું હતું.
ફ્લેગશિપ ગ્રેડ કેમેરા
ગેલેક્સી F56 5G હાઈ રિઝોલ્યુશન અને શેક- ફ્રી વિડિયોઝ અને ફોટોઝ શૂટ કરવા માટે ફ્લેગશિપ- ગ્રેડ 50MP OIS ટ્રિપલ કેમેરા સાથે આવે છે. સ્માર્ટફોનમાં સમૃદ્ધ અને વાઈબ્રન્ટ સેલ્ફીઝ માટે અદભુત 12MP HDR ફ્રન્ટ કેમેરા પણ આવે છે. ગેલેક્સી F56 5G પર કેમેરા તેની બિગ પિક્સેલ ટેકનોલોજી, લો નોઈઝ મોડ અને AI ISPને આભારી ઓછા પ્રકાશમાં પણ વૈવિધ્યપૂર્ણ ફોટોઝ અને વિડિયોઝ માટે તૈયાર કરાયા છે, જે તેની નાઈટોગ્રાફીને નવી ઊંચાઈએ લઈ જાય છે. તેમાં રિયર કેમેરા પર 2X ઝૂન સાથે પોર્ટ્રેઈટ 2.0 પણ છે, જે ક્રિસ્પ અને નૈસર્ગિક બોકેહ ઈફેક્ટને અભિમુખ બનાવે છે. ઉપભોક્તાઓ 10-bit HDRમાં 4K 30 FPS વિડિયોઝ પણ રેકોર્ડ કરી શકે છે, જે ટ્રુ-ટુ-લાઈફ આઉટપુટ માટે કલર્સની વ્યાપક શ્રેણી મઢી લે છે. ગેલેક્સી F56 5Gમાં એડવાન્સ્ડ AI-પાવર્ડ એડિટિંગ ટૂલ્સ પણ છે, જેમ કે, ઓબ્જેક્ટ ઈરેઝર, એડિટ સજેશન્સ, જે દરેક શોટને સોશિયલ- તૈયાર બનાવે છે.
સંપૂર્ણ નવી ડિઝાઈન, ડિસ્પ્લે અને બેજોડ ટકાઉપણું
ગેલેક્સી F56 5G ફક્ત 7.2mm સ્લિમ છે અને તેમાં આગળ અને પાછળ કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ® પ્રોટેકશન પણ ધરાવે છે, જે તેને અત્યંત મજબૂત અને એર્ગોનોમિક પણ બનાવે છે. તેમાં 6.7” ફુલ+ સુપર AMOLED+ હાઈ બ્રાઈટનેસ મોડ (HBM)ના 1200 nits અને વિઝન બૂસ્ટર ટેકનોલોજી સાથે ડિસ્પ્લે પણ છે, જે ઉપભોક્તાઓ ઘેરા સૂર્યપ્રકાશ હેઠળ પણ તેમની ફેવરીટ કન્ટેન્ટ સહજ રીતે માણી શકે તેની ખાતરી રાખે છે. 120Hz રિફ્રેશ રેટ સોશિયલ મિડિયા ફીડ થકી સ્ક્રોલિંગ અત્યંત સહજ બનાવે છે. ગેલેક્સી F56 5G પર ગ્લાસ બેક અને મેટલ કેમેરા ડેકો અત્યંત લોકપ્રિય F સિરીઝ અપગ્રેડ કરવા માટે રિફ્રેશિંગ અને પ્રીમિયમ ડિઝાઈન લાવે છે. સ્માર્ટફોન બે વાઈબ્રન્ટ અને તેજસ્વી રંગો ગ્રીન અને વાયોલેટમાં આવે છે.
શક્તિશાળી કામગીરી
LPDDR5X સાથે Exynos 1480 પ્રોસેસર દ્વારા પાવર્ડ ગેલેક્સી F56 5G અત્યંત ઝડપી અને વીજ કાર્યક્ષમ છે. 5G ની અલ્ટિમેટ સ્પીડ અને કનેક્ટિવિટી સાથે ઉપભોક્તાઓ જ્યાં પણ જાય ત્યાં ફુલ્લી કનેક્ટેડ રહીને ઝડપી ડાઉનલોડ્સ, સ્મૂધ સ્ટ્રીમિંગ અને અવિરત બ્રાઉઝિંગ અનુભવી શકે છે. પ્રોસેસર તેની ફ્લેગશિપ લેવલ વેપર કૂલિંગ ચેમ્બર અને હાઈ ક્વોલિટી ઓડિયો અને વિઝ્યુઅલ્સ સાથે ઝડપી મોબાઈલ ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે.
ગેલેક્સી F56 5G પેક્સમાં 5000mAh બેટરી છે, જે બ્રાઉઝિંગ, ગેમિંગ અને બિન્જ વોચિંગના લાંબા સત્રો અભિમઉખ બનાવે છે. વ્યાપક બેટરીને કારણે ઉપભોક્તાઓ રોકટોક વિના સ્ટે, કનેક્ટેડ, એન્ટરટેઈન્ડ અને પ્રોડક્ટિવ રહી શકે છે. ઉપરાંત 45W સુપર-ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ડિવાઈસ ઝડપથી ફરીથી પાવર પ્રાપ્ત કરે તેની ખાતરી રાખે છે, જે તમને દિવસભર કનેક્ટેડ અને પ્રોડક્ટિવ રાખે છે.