બિઝનેસ

સેમસંગ દ્વારા ભારતમાં તેના સૌથી કિફાયતી 5G સ્માર્ટફોન ગેલેક્સી F06 5G લોન્ચ કરાયા

ગુરુગ્રામ, ભારત : ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ભારતમાં તેના સૌથી કિફાયતી 5G સ્માર્ટફોન ગેલેક્સી F06 5Gના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી. ગેલેક્સી F06 5G હાઈ- પરફોર્મન્સ અને સ્ટાઈલના ઉત્તમ સંમિશ્રણ સાથે 5G સેગમેન્ટમાં ક્રાંતિ લાવવા માટે સુસજ્જ છે. ગેલેક્સી F06 5G કિફાયતી કિંમતે પરિપૂર્ણ 5G અનુભવ પૂરો પાડશે, જેને લઈ 5G ટેકનોલોજી વધુ ગ્રાહકો સુધી પહોંચક્ષમ બનશે અને દેશભરમાં તે વ્યાપક રીતે અપનાવવાનું પ્રમાણ વધશે. ગેલેક્સી F06 5G સર્વ ટેલિકોમ ઓપરેટરોમાં 12 5G બેન્ડ્સને સપોર્ટ કરે છે.

“અમને અમારા સૌથી કિફાયતી 5G સ્માર્ટફોનની ઘોષણા કરવામાં ગૌરવની લાગણી થાય છે, જે નેક્સ્ટ- જનરેશન કનેક્ટિવિટી દરેક માટે પહોંચક્ષમ બનાવશે. ગેલેક્સી F06 5Gનું લોન્ચ ડિજિટલ વિભાજનનું અંતર દૂર કરવાની અમારી કટિબદ્ધતા દર્શાવે છે અને લાખ્ખો ગ્રાહકોને પરિપૂર્ણ 5G અનુભવ, ઉત્કૃષ્ટ પરફોર્મન્સ અને સંપૂર્ણ નવી સ્ટાઈલિશ ડિઝાઈન INR 9499થી શરૂ થતી આરંભિક કિંમતે વસાવવા સશક્ત બનાવે છે. ગેલેક્સી F06 5G સાથે અમે સ્માર્ટફોન રજૂ કરવા સાથે દરેક ભારતીય માટે નવી શક્યતાઓ પણ રજૂ કરી રહ્યા છીએ,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના જનરલ મેનેજર અક્ષય એસ રાવે જણાવ્યું હતું.

ફુલ 5G એક્સપીરિયન્સ

ગેલેક્સી F06 5G બેજોડ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે નિર્માણ કરાયા છે, જે સર્વ ટેલિકોમ ઓપરેટરોમાં 12 5G બેન્ડ્સને સપોર્ટ કરે છે. તે ઝડપી ડાઉનલોડ અને અપલોડ સ્પીડ્સ પ્રદાન કરવા કેરિયર અગ્રેગેશન સાથે આવે છે. ગેલેક્સી F06 5G સ્મૂધ લાઈવ સ્ટ્રીમિંગ અને વિડિયો કોલિંગ અનુભવ પૂરો પાડવા માટે પણ એનેબલ્ડ છે.

સંપૂર્ણ નવી ડિઝાઈન અને ડિસ્પ્લે

ગેલેક્સી F06 5Gમાં ‘રિપલ ગ્લો’ ફિનિશ છે, જે દરેક મુવમેન્ટ સાથે ચમકે છે, જેથી મનોહરતા અને આધુનિકતા નિખરી આવે છે. 800 નિટ્સ બ્રાઈટનેસ સાથે 6.7” લાર્જ HD+ ડિસ્પ્લે સાથે ગેલેક્સી F06 5G ગ્રાહકોને અદભુત વિઝ્યુઅલ્સ અને એલીવેટેડ વ્યુઈંગ અનુભવ પ્રદાન કરે છે. સ્માર્ટફોન 8mm સ્લીક છે અને વજન ફક્ત 191 ગ્રામ છે, જે તેને ઉપયોગ માટે અતુલીય એર્ગોનોમિક બનાવે છે. ગેલેક્સી F06 5G બે આકર્ષક રીતે બોલ્ડ અને મંત્રંમુગ્ધ કરનારા રંગો બહામા બ્લુ અને લિટ વાયોલેટમાં ઉપલબ્ધ થશે.

કેમેરા

ગેલેક્સી F06 5Gમાં આકર્ષક નવું કેમેરા ડેકો છે. F1.8 એપર્ચર્સ સાથે હાઈ- રિઝોલ્યુશન 50MP વાઈડ- એન્ગલ લેન્સ વાઈબ્રન્ટ, બારીકાઈભર્યા ફોટો મઢી લે છે, જ્યારે 2MP ડેપ્થ- કેમેરા બહેતર ક્લેરિટી સાથે પિક્ચર્સ પ્રદાન કરે છે. 8MP ફ્રન્ટ કેમેરા તમારી સેલ્ફીઓ એકદમ ક્રિસ્પ અને ક્લિયર હોય તેની ખાતરી રાખે છે.

મલ્ટીટાસ્કિંગ અને ગેમિંગ

ગેલેક્સી F06 5G મિડિયાટેક D6300 દ્વારા પાવર્ડ છે, જે 416K સુધી TuTu સ્કોર ધરાવતું સેગમેન્ટમાં સૌથી ઉત્તમ પ્રોસેસરમાંથી એક છે, જે તેને ઝડપી અને પાવર- કાર્યક્ષમ બનાવીને તમારા મલ્ટી- ટાસ્ક સહજ રીતે થાય તેની ખાતરી રાખે છે. ગેલેક્સી F06 5G ઉચ્ચ ગુણવત્તાના ઓડિયો અને વિઝ્યુઅલ્સ સાથે હાઈ- સ્પીડ કનેક્ટિવિટી સાથે ઝડપી મોબાઈલ ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button