બિઝનેસ

સેમસંગ દ્વારા ભારતમાં કોર્પોરેટ ઉપભોક્તાઓ માટે એન્ટરપ્રાઈઝ એડિશન ફ્લેગશિપ ગેલેક્સી S24 અલ્ટ્રા અને ગેલેક્સી S24 સ્માર્ટફોન્સ લોન્ચ કરાયા

ગુરુગ્રામ, ભારત, 10 ડિસેમ્બર, 2024: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ તેનાં મોબાઈલ ડિવાઈસીસની ફ્લેગશિપ રેન્જ ગેલેક્સી S24 અલ્ટ્રા અને ગેલેક્સી S24ની એન્ટરપ્રાઈઝ એડિશન રજૂ કર્યાની ઘોષણા કરવામાં આવી છે.

લાઈવ ટ્રાન્સલેટ, ઈન્ટરપ્રીટર, નોટ આસિસ્ટ અને સર્કલ ટુ સર્ચ વિથ ગૂગલ સહિત ગ્રાહકોને ગમે તે સર્વ ગેલેક્સી AI ફીચર્સથી સમૃદ્ધ આ ખાસ વેપાર માટે તૈયાર કરાયેલાં ડિવાઈસીસ ડિફેન્સ- ગ્રેડ સિક્યુરિટી, વિસ્તારિત પ્રોડક્ટ જીવનચક્ર અને બહેતર લાંબા ગાળાના સપોર્ટને અગ્રતા આપે છે. ફ્લેગશિપ એન્ટરપ્રાઈઝ એડિશન સ્માર્ટફોન્સનું પદાર્પણ મજબૂત એન્ટરપ્રાઈઝ એક્સક્લુઝિવ સેમસંગ XCover7 સ્માર્ટફોનને પગલે પગલે સફળતાથી લોન્ચ કરાયું છે.

આજે વેપારો વિવિધ ભૂગોળોમાં વિશાળ, વૈવિધ્યપૂર્ણ ટીમો ચલાવતા હોવાથી એન્ટરપ્રાઈઝ એડિશન ફ્લેગશિપ ડિવાઈસીસ વિવિધ સ્તરે સંસ્થાઓમાં મોબાઈલ ટેકનોલોજી કોન્ફિગર, અપડેટ, ડિપ્લોય કરવા અને ચલાવવાનું આસાન બનાવે છે. આથી કોર્પોરેટ ગ્રાહકો હંમેશાં હરતાફરતા કામ કરતી તેમની ટીમોને નવીનતમ વિશ્વસનીય ટેકનોલોજી સાથે સંરક્ષિત રીતે હંમેશાં કનેકટેડ રહે છે.

“સેમસંગના એન્ટરપ્રાઈઝ એડિશન ગેલેક્સી S24 અલ્ટ્રા અને ગેલેક્સી S24 ઝડપથી ડિજિટાઈઝ થઈ રહેલા વેપારી વાતાવરણમાં વિશ્વસનીય, સંરક્ષિત અને માવજતક્ષમ ડિવાઈસીસ માટે વધતી માગણીને પહોંચી વળે છે. ડેટા સલામતી, લાંબા ગાળાનો ડિવાઈસ સપોર્ટ અને ઝડપી ડિપ્લોયમેન્ટની ખાતરી રાખીને આ ડિવાઈસીસ એન્ટરપ્રાઈઝીસને સશક્ત બનાવે છે અને વેપારી આગેવાનોને તેમના મોબાઈલ ફ્લીટ્સમાં ઉત્તમ દ્રષ્ટિગોચરતા, નિયંત્રણ અને આત્મવિશ્વાસ આપે છે. અમારું લક્ષ્ય આસાન, સંરક્ષિત અને સક્ષમ રીતે ટેકનોલોજીનો લાભ લેવા વેપારોને અભિમુખ બનાવીને ભારતની એન્ટરપ્રાઈઝ બિઝનેસ વૃદ્ધિને પ્રેરિત કરવાનું છે,” એમ સેમસંગ ઈન્ડિયાના એન્ટરપ્રાઈઝ બિઝનેસના વીપી આકાશ સકસેનાએ જણાવ્યું હતું.

એન્ટરપ્રાઈઝ એડિશન ગેલેક્સી S24 અલ્ટ્રામાં શક્તિશાળી 12GB RAM અને 256GB સ્ટોરેજ ક્ષમતા છે, જ્યારે એન્ટરપ્રાઈઝ એડિશન ગેલેક્સી S24માં કાર્યક્ષમ 8GB RAM અને 256GB સ્ટોરેજ વિકલ્પ છે. આ ડિવાઈસીસ એકધાર્યા અને વિશ્વસનીય પેચ વ્યવસ્થાપન, સ્થિર ડિવાઈસ ઉપલબ્ધતા અને એકધારી ઓએસ વર્ઝન અપડેટ્સ સાથે અવિરત પરફોર્મન્સની ખાતરી રાખે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button