સેમસંગ દ્વારા AI ફીચર્સમાં નવો દાખલો બેસાડતી સ્માર્ટ કૂલિંગ સાથેની બીસ્પોક AI રેફ્રિજરેટર સિરીઝ રજૂ કરી

ગુરુગ્રામ, ભારત : ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે 330 લિ. અને 350 લિ. ક્ષમતા શ્રેણીમાં તેની નવીનતમ બીસ્પોક AI રેફ્રિજરેટરની સિરીઝ રજૂ કરવામાં આવી હતી. આ નવી શ્રેણી મનોહર ડિઝાઈનો અને વર્સેટાઈલ સ્ટોરેજ વિકલ્પો સાથે આધુનિક AI- પ્રેરિત ફીચર્સને જોડે છે, જેમ કે, AI એનર્જી મોડ, AI હોમ કેર અને સ્માર્ટ ફોર્વર્ડ. ભારતીય ગ્રાહકોની અજોડ જરૂરતોને પહોંચી વળવાના લક્ષ્ય સાથે સિરીઝ રૂ. 56,990ની આરંભિક કિંમતે ફંકશનાલિટી, સ્ટાઈલ અને ઈનોવેશનનું ઉત્તમ સંમિશ્રણ પ્રદાન કરે છે.
નવાં બીસ્પોક AI રેફ્રિજરેટર્સ સ્માર્ટ એનર્જી મેનેજમેન્ટ, સુધારિત ફ્રેશનેસ જાળવણી અને એક્ટિવ ફ્રેશ ફિલ્ટર પૂરાં પાડે છે, જે 99.9 ટકા સુધી હાનિકારક જીવાણુઓને નાબૂદ કરે છે, જે સર્વ સ્લીક અને કસ્ટમાઈઝેબલ એક્સટીરિયર સાથે આવે છે. તેના ટકાઉ અને ઊર્જા કાર્યક્ષમ ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર, 20 વર્ષની વોરન્ટીના ટેકા સાથે સિરીઝ ભારતમાં આધુનિક રેફ્રિજરેશનમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે.
“અમારી બીસ્પોક AI રેફ્રિજરેટર સિરીઝ ગ્રાહકોને ટેકનોલોજી, ડિઝાઈન અને સુવિધાનું ઉત્તમ સંતુલન પ્રદાન કરે છે. AI- પ્રેરિત એનર્જી મહત્તમીકરણથી ઈનોવેટિવ કૂલિંગ અને હાઈજીન સોલ્યુશન્સ સુધી આ સિરીઝ ભારતીય પરિવારોની ઉત્ક્રાંતિ પામતી જીવનશૈલીને પહોંચી વળે છે. સ્ટાઈલિશ ફિનિશીઝ અને એડવાન્સ્ડ ફીચર્સ, જેમ કે, સ્માર્ટ ફોર્વર્ડ, AI હોમ કેર, ટ્વિન કૂલિંગ પ્લસ™ અને કન્વર્ટિબલ 5-ઈન-1 મોડ્સ સાથે અમારું લક્ષ્ય રોજબરોજના જીવનમાં નવો દાખલો બેસાડવાં એપ્લાયન્સીસ સાથે અમારા ગ્રાહકોને સશક્ત બનાવવાનું છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના ડિજિટલ એપ્લાયન્સીસના સિનિયર ડાયરેક્ટર ગુફરાન આલમે જણાવ્યું હતું.
ડિઝાઈન, ક્ષમતા, કિંમત અને ઉપલબ્ધતા
રિયલ સ્ટેઈનલેસ, લક્સી બ્લેક, એલીગન્ટ આઈનોક્સ અને બ્લેક મેટમાં ઉપલબ્ધ આ રેફ્રિજરેટરો રૂ. 56,990ની આરંભિક કિંમતે 330 લિ. અને 350 લિ. ક્ષમતામાં સમકાલીન હોમ ઈન્ટીરિયર સાથે સહજ રીતે સુમેળ સાધવા માટે ઘડવામાં આવ્યાં છે. તે અગ્રગણ્ય રિટેઈલ સ્ટોર્સ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને સેમસંગની વિધિસર વેબસાઈટ ખાતે ઉપલબ્ધતા સાથે વિવિધ પરિવારોની જરૂરતોને પહોંચી વળે છે.
AI એનજી મોડ
AI એનર્જી મોડ રેફ્રિજરેટરની ઉપયોગ શૈલીનું વિશ્લેષણ કરીને ઊર્જા ઉપભોગ મહત્તમ બનાવવા માટે એડવાન્સ્ડ AI અલ્ગોરીધમ્સનો લાભ લે છે. આ ઈન્ટેલિજન્ટ સિસ્ટમ ઉપયોગના પીક અને ઓફફ-પીક અવર્સ ઓળખીને 10 ટકા સુધી ઊર્જા બચત હાંસલ કરવા માટે તે અનુસાર ઊર્જાની આવશ્યકતાઓને સમાયોજિત કરે છે. બિનજરૂરી ઊર્જાનો ઉપયોગ ઓછો કરીને તે પરિવારો માટે ખર્ચ કાર્યક્ષમતાની ખાતરી રાખવા સાથે કાર્બન ઉત્સર્જન ઓછું કરીને સક્ષમ જીવનધોરણે પણ ટેકો આપે છે. આ ફીચર ખાસ કરીને જવાબદારી સાથે પરફોર્મન્સનું સંતુલન ચાહતા પર્યાવરણીય સતર્ક ગ્રાહકો માટે લાભદાયી છે.