સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025 દ્વારા રાષ્ટ્ર્રીય મંચ પર ગ્રામીણ અને ટિયર 2/3ના વિચારો લાવવા માટે ગ્રાન્ડ ફિનાલે માટે 20 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર
ભારતના યુવા વિદ્યાર્થીઓનું ફાઈનલિસ્ટ પૂલમાં વર્ચસ, જેઓ વિવિધ પાર્શ્વભૂનાં 12 રાજ્યો આલેખિત કરે છે

ગુરુગ્રામ, ભારત – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેની ભારતવ્યાપી ઈનોવેશન સ્પર્ધા સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025ની 4થી એડિશનની ટોપ 20 ફાઈનલિસ્ટોની ટીમો જાહેર કરવામાં આવી હતી.
ફાઈનલિસ્ટોમાં 12 રાજ્યના ગ્રામીણ ભારત, ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં હોશિયાર યુવા મન સુધીનો સમાવેશ થાય છે, જે તેમના સમુદાયોમાં વ્યાપક શ્રેણીના મુદ્દાઓના ઉકેલ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા યુવા પરિવર્તનકારીઓને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમનો ધ્યેય પ્રદર્શિત કરે છે. આ વર્ષે 14 વર્ષનો કિશોર ફાઈનલિસ્ટ તરીકે પાત્ર બન્યો છે, સર્વ છોકરીઓની ટીમ ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશી છે અને ઈશાનની બ ટીમ ટોપ 20માં સ્થાન પામી છે.
તેઓ ઈનોવેશન્સ પર કામ કરી રહ્યા છે, જેમાં AI-પાવર્ડ સમાધાન વિઝ્યુઅલ ઈમ્પેરમેન્ટથી ચેક સ્વતંત્ર રીતે રમવા સુધી, પ્રદૂષણનો ડેટા નિર્માણ કરવા ઈમેજિંગ સેન્સર્સ માઉન્ટેડ ડ્રોન્સ અને વોક્સેલ મેપ્સ નિર્માણ કરવા સુધી લોકોને અભિમુક બનાવે છે. ઉપરાંત આઈડિયાઝમાં આંતરરાષ્ટ્રીય સીમાઓ પર ઘૂસણખોરી અને સલામતીના ઉલ્લંઘન માટે સતર્ક કરવા ડ્રોન- અભિમુખ AI મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.
પસંદ કરાયેલી ટીમોએ ચાર મુખ્ય થીમોમાં આઈડિયા પ્રસ્તુત કર્યા છેઃ સુરક્ષિત, વધુ સ્માર્ટ અને સમાવેશ ભારત માટે AI, ભારતમાં સ્વાસ્થ્ય, હાઈજીન અને સુખાકારીનું ભવિષ્ય, ટેકનોલોજી થકી પર્યાવરણીય સક્ષમતા, શિક્ષણ અને બહેતર ભવિષ્ય માટે સ્પોર્ટ અને ટેક થકી સામાજિક બદલાવનો તેમાં સમાવેશ થાય છે.
“સેમસંગ સોલ્વ ફોર ટુમોરો દર વર્ષે વધુ ભવ્ય, નક્કર અને વધુ ક્રિયાત્મક બની રહ્યું છે, જે ગ્રામીણ અને અંતરિયાળ ભારતમાં ઊંડાણથી પહોંચ્યું છે અને વધુ સ્માર્ટ ભારત માટે ઈનોવેશનની વ્યાપ્તિ વધારવાના સેમસંગના ધ્યેયને ચાલુ રાખ્યો છે. ટોપ 20 ફાઈનલિસ્ટો ટેકનોલોજી સહાનુભૂતિ અને પરિપ્રેક્ષ્ય સાથે લાગુ કરવામાં આવે તો આરોગ્ય સંભાળ, સક્ષમતા હોય કે સમાવેશક સ્પોર્ટસ હોય, જીવનમાં પરિવર્તન કઈ રીતે લાવી શકે તે આલેખિત કરે છે. અમે રૂબરૂ જોયું છે કે વિદ્યાર્થીઓ વરિષ્ઠ અને દિવ્યાંગ નાગરિકોન ટેકો આપવા માટે IoT અને અન્ય ઊભરતી ટેકનોલોજીઓનો લાભ લેવા સાથે અમુક સૌથી મોટા હેલ્થકેર પડકારોને પહોંચી વળવા માટે AIનો ઉપયોગ કરી રહ્યા છે, જે આ વર્ષની સ્પર્ધાને ખરા અર્થમાં સમાવેશક બનાવે છે,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ એસપી ચુને જણાવ્યું હતું.
2025ની એડિશને ભારતના દરેક ખૂણામાંથી અરજીઓ આકર્ષિત કરી હતી, જેમાં કાચર (આસામ), બાનાગનાપલ્લી (આંધ્ર પ્રદેશ), બાઘપત (ઉત્તર પ્રદેશ), મહબુબનગર (તેલંગાણા) અને સુંદરગઢ (ઓડિશા) જેવાં સ્થળોમાંથી મજબૂત પ્રાદેશિક પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું.