સેમસંગ ઈનોવેશન કેમ્પસ દ્વારા એનએસઆઈસી હૈદરાબાદ ખાતે AI અને કોડિંગમાં 450 યુવાનોને સર્ટિફાઈ કરાયા

હૈદરાબાદ, 06 જાન્યુઆરી, 2026: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા એનએસઆઈસી ટેક્નિકલ સર્વિસ સેન્ટર, હૈદરાબાદ ખાતે તેની ફ્લેગશિપ સ્કિલિંગ પહેલ સેમસંગ ઈનોવેશન કેમ્પસ (એસઆઈસી) હેઠળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને કોડિંગ તથા પ્રોગ્રામિંગમાં 450 વિદ્યાર્થીઓને સર્ટિફાઈ કરાયા હતા, જે ભારતમાં ભવિષ્યલક્ષી ડિજિટલ કાર્યબળ નિર્માણ કરવાની તેની કટિબદ્ધતા પર ભાર આપે છે. સેમસંગ ઈનોવેશન કેમ્પસ એ સેમસંગનો ડિજિટલ સ્કિલિંગ પ્રોગ્રામ છે, જેનું લક્ષ્ય માળખાબદ્ધ તાલીમ, હાથોહાથનું શિક્ષણ અને પ્રોજેક્ટ આધારિત પરિણામો થકી આધુનિક, ઉદ્યોગ સુસંગત ટેકનોલોજી સ્કિલ્સ સાથે યુવાને સુસજ્જ બનાવીને ડિજિટલ અર્થવ્યવસ્થામાં રોજગારક્ષમતા વધારવાનું છે.
હૈદરાબાદ ફ્યુચર- ટેક સ્કિલિંગ હબ તરીકે ઊભરી આવ્યું :
સર્ટિફિકેટ પ્રદાન સમારંભમાં એનએસઆઈસી હૈદરાબાદના સેન્ટર હેડ શ્રી રાજીવનાથ પધાર્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા અને ભારતના ડિજિટલ પરિવર્તનને ટેકો આપવા માટે યુથ સ્કિલિંગમાં સક્ષમ રોકાણોના મહત્ત્વને આલેખિત કર્યું હતું. એનએસઆઈસી હૈદરાબાદમાં આ વર્ષે સર્ટિફાઈ કરાયેલા 450 વિદ્યાર્થીમાંથી 100એ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં એડવાન્સ્ડ તાલીમ પૂર્ણ કરી છે, જ્યારે 350ને કોડિંગ અને પ્રોગ્રામિંગમાં તાલીમબદ્ધ કરાયા હતા, જે પ્રેક્ટિકલ એપ્લિકેશન અને ઉદ્યોગ સુસંગતતા પર કેન્દ્રિત માળખાબદ્ધ અભ્યાસક્રમનું પાલન કરે છે.
ભારતના ભવિષ્યલક્ષી કાર્યબળનું મજબૂતીકરણ :
હૈદરાબાદ પ્રોગ્રામ સેમસંગ ઈનોવેશન કેમ્પસ હેઠળ 2025માં ભારતમાં 20,000થી વધુ યુવાનોને કુશળ બનાવવાની સેમસંગની વ્યાપક કટિબદ્ધતાનો ભાગ છે. ભારત સરકારની સ્કિલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા પહેલો સાથે સુમેળ સાધીને એસઆઈસીનું લક્ષ્ય દેશભરમાં કૌશલ્ય વચ્ચેનું ગંભીર અંતર દૂર કરવાનું અને ટેકનોલોજી પ્રેરિત ઈનોવેશષનની સંસ્કૃતિની કેળવણી કરવાનું છે. પ્રોગ્રામ રાષ્ટ્રીય સ્તરે 42 ટકા મહિલાઓના સહભાગ અને ટિયર-2-3 અને અર્ધશહેરી પ્રદેશોમાં સક્રિય પહોંચ સાથે સમાવેશકતા પર મજબૂત ભાર આપે છે, જે ઉચ્ચ ગુણવત્તાના ટેકનોલોજી શિક્ષણને સમાન પહોંચની ખાતરી રાખે છે. ઈન-ડિમાન્ડ ડિજિટલ સ્કિલ્સને પહોંચ વિસ્તારીને અને નોકરી સુસજ્જ પ્રતિભા પોષીને સેમસંગ ઈનોવેશન કેમ્પસે ભારતની ફ્યુચર- ટેક ટેલેન્ટ પાઈપલાઈનને મજબૂત બનાવવાનું અને ડિજિટલ સશક્ત અર્થવ્યવસ્થા તરફ દેશના પ્રવાસને ટેકો આપવાનું ચાલુ રાખ્યું છે.



