બિઝનેસ

સેમસંગ ઈનોવેશન કેમ્પસ 2025 દરમિયાન ફ્યુચર- ટેક ડોમેન્સમાં 20,000 ભારતીય વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવા માટે છગણું વિસ્તરણ કરશે

ગુરુગ્રામ, ભારત, 10 સપ્ટેમ્બર, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ સેમસંગ ઈનોવેશન કેમ્પસ (એસઆઈસી)ના મોટા વિસ્તરણની ઘોષણા કરવામાં આવી હતી, જે સાથે ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયાના ધ્યેયે ટેકો આપવા સાથે ભાવિ તૈયાર કશલ્ય સાથે ભારતના યુવાનોને સશક્ત બનાવવાની પોતાની કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપે છે.

સ્કિલિંગ  a પ્રોગ્રામ આ 2024માં ચાર રાજ્ય પરથી આ વર્ષે 10 રાજ્યમાં વિસ્તારવામાં આવશે. તેમાં 2025 દરમિયાન ભાવિ ટેક કૌશલ્યથી 20,000 વિદ્યાર્થીઓને કુશળ બનાવવામાં આવશે. જેમ કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), બિગ ડેટા અને કોડિંગ અને પ્રોગ્રામિંગનો સમાવેશ થાય છે, જે ગત વર્ષના 3500 વિદ્યાર્થીની તુલનામાં છગણો વધારો છે. ટેક્નિકલ તાલીમ સાથે વિદ્યાર્થીઓને કાર્યસ્થળે સુસજ્જતા બહેતર બનાવવા માટે સોફ્ટ સ્કિલ્સમાં સૂચના પણ પ્રાપ્ત થશે, જ્યારે પાત્ર ઉમેદવારોને સુસંગત ઉદ્યોગોમાં પ્લેસમેન્ટની સહાય સાથે ટેકો આપવામાં આવશે.

“સેમસંગ ભારતની વૃદ્ધિના પ્રવાસમાં દીર્ઘ સ્થાયી ભાગીદારી કરવા માટે ગૌરવની લાગણી અનુભવે છે. સેમસંગ ઈનોવેશન કેમ્પસ ભારત સરકારની સ્કિલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા પહેલો સાથે સુમેળ સાધીને યુવાનો માટે તકો ઉજાગર કરવા ટેકનોલોજીનો લાભ લેવાના અમારા સમાન ધ્યેયને પ્રદર્શિત કરે છે. સેમસંગ ઈનોવેશન કેમ્પસ થકી અમે ભારતના યુવાનોને ભાવિ તૈયાર કુશળ બનાવવા સુસજ્જ કરીને તેમને ડિજિટલ અર્થવ્યવસ્થા માટે તૈયાર થવા અને દેશની પ્રગતિ પ્રેરિત કરવા મદદરૂપ થશે. અમે ખાસ કરીને વંચિત સમુદાયોના વિદ્યાર્થીઓ માટે સ્કિલિંગ અને રોજગારની તકોને પહોંચ વિસ્તારવા અને ભારત સરકારના ડિજિટલી સશક્ત ભારતના ધ્યેયને ટેકો આપવા કટિબદ્ધ છીએ,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જેબી પાર્કે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button