બિઝનેસ

સેમસંગ ઇન્ડિયાએ તમામ કાર્યો, લર્નીંગ અને મનોરંજન માટે વધુ સુંદર અનુભવ આપવા માટે Galaxy Tab A11+ લોન્ચ કર્યો

ગુરુગ્રામ, ભારત – 1 ડિસેમ્બર, 2025 – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ આજે Galaxy Tab A11+ લોન્ચ કર્યો હોવાની ઘોષણા કરી છે, જે મહત્ત્વના AI ક્ષમતાઓ રજૂ કરે છે જે ઝડપી અને પાવર કાર્યક્ષમ પર્ફોમન્સને વધુને વધુ યૂઝર્સને ફાયદો આપશે, જે અસંખ્ય સરળ કાર્યો કરવા માટે ઉત્તમ છે. Galaxy Tab A11+માં તમામ તરબોળ 11 ઇંચ ડીસ્પ્લે અને ઉત્કૃષ્ટ મેટલ ડિઝાઇનનો સમન્વય છે.

Galaxy Tab A11+ સ્મુથ સ્ક્રોલીંગ અને સ્ટ્રીમીંગ જોવાનો અને ડિજીટલ લર્નીંગનો તરબોળ અનુભવ પ્રદાન કરે છે. ગતિશીલ ડીસ્પ્લેમાં તદુપરાંત ક્વાડ સ્પીકર સાથે ડોલ્બી એટમોસનો પણ સમાવેશ થાય છે જે સમૃદ્ધ, સંતુલીત ઓડીયો મુવી, મ્યુઝિક અને ઓનલાઇન લર્નીંગ માટે પ્રદાન કરે છે. આ ડિવાઇસ વપરાશીતામાં વધારો કરવા માટે 3.5 mm ઓડીયો જેકને સપોર્ટ કરે છે. 8MP રિયર કેમેરા અને 5MP ફ્રંટ કેમેરા ક્લિયર વીડિયો કોલ્સ, ડોક્યુમેન્ટ સ્કેનીંગ અને ધારદાર કન્ટેન્ટને ઝડપે છે. જે વિદ્યાર્તીઓ, સર્જકો અને પરિવારોને કનેક્ટેડ અને ઉત્પાદકીય રહેવા માટેની સરળતા પૂરી પાડે છે.

“સેમસંગ ખાતે, અમે રોજિંદા જીવનમાં સુધારો લાવતા અર્થપૂર્ણ નવીનતાઓની ઍક્સેસ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. Galaxy Tab A11+ સાથે, અમે ભારતમાં વધુ યુઝર્સ માટે શક્તિશાળી AI ક્ષમતાઓ, પ્રીમિયમ ડિઝાઇન અને વિશ્વસનીય આખા દિવસનું પ્રદર્શન લાવી રહ્યા છીએ. આ ડિવાઇસને સફરમાં ઉત્પાદકતા, શિક્ષણ અને મનોરંજનને ટેકો આપવા માટે વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે,” એમ સેમસંગ ઇન્ડિયાના MX બિઝનેસના ડિરેક્ટર સાગ્નિક સેનએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button