સેમસંગ ઈન્ડિયા દ્વારા ઑસમ ઈન્ટેલિજન્સ, ઓલ-ન્યૂ ડિઝાઈન અને બહેતર ટકાઉપણા સાથે ગેલેક્સી A56 5G, ગેલેક્સી A36 5G લોન્ચ કરાયા

ગુરુગ્રામ, ભારત, 7 માર્ચ, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ઑસમ ઈન્ટેલિજન્સ સાથે ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5Gના લોન્ચની ઘોષણા કરવામાં વી હતી, જેમાં ક્રિયેટિવિટીની નવી કલ્પના કરવા માટે અદભુત સર્ચ અને વિઝ્યુઅલ એક્સપીરિયન્સનો સમાવેશ થાય છે. સંપૂર્ણ નવી ડિઝાઈન લેન્ગ્વેજ સાથે નવા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સમાં મજબૂત સિક્યુરિટી અને પ્રાઈવસી પ્રોટેકશન સાથે બહેતર ટકાઉપણું અને પરફોર્મન્સની વિશિષ્ટતા પણ છે.
ઑસમ ઈન્ટેલિજન્સ
ઑસમ ઈન્ટેલિજન્સ ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5G પર ઉપલબ્ધ હોઈ ભારતીય ગ્રાહકો માટે AIનું લોકશાહીકરણ અભિમુખ બનાવશે. ઑસમ ઈન્ટેલિજન્સ વ્યાપક મોબાઈલ AI શ્રેણી હોઈ ગેલેક્સીના ફેન- ફેવરીટ AI ફીચર્સ સહિતની આધુનિક વિશિષ્ટતાઓ લાવે છે. ગૂગલનું બહેતર બનાવાયેલું સર્કલ ટુ સર્ચ ફોનના સ્ક્રીન પરથી સર્ચ અને ડિસ્કવર કરવાનું અગાઉ કરતાં વધુ આસાન બનાવે છે. સર્કલ ટુ સર્ચમાં તાજેતરમાં કરાયેલી બહેતરીઓ સાથે ઉપભોક્તાઓ એપ્સ સ્વિચ કર્યા વિના તેઓ સાંભળે તે ગીતો સર્ચ કરી શકે છે. ફોનમાંથી સોશિયલ મિડિયા પર ગીત પ્લે કરવાનું હોય કે તેમની નજીક સ્પીકરમાંથી સંગીત પ્લે કરવાની હોય હોય, સર્કલ ટુ સર્ચ સક્રિય કરવા માટે ઉક્ત નેવિગેશન બાર લાંબો સમય પ્રેસ કરવાનું રહે છે, જે પછી ગીતનું નામ અને કલાકાર ઓળખવા માટે મ્યુઝિક બટન ટેપ કરવાનું રહે છે.
ઑસમ ઈન્ટેલિજન્સમાં ઘણા બધા ઈન્ટેલિજન્ટ વિઝ્યુઅલ ફીચર્સ પણ છે, જેમ કે, ઓટો ટ્રિમ, બેસ્ટ ફેસ, ઈન્સ્ટન્ટ Slo-mo અને ઘણા બધા અન્ય. ઓટો-ટ્રિમ અને બેસ્ટ ફેસ ફ્લેગશિપ- લેવલના AI ફીચર્સ છે, જેનું હવે ગેલેક્સી A56 5G સાથે લોકશાહીકરણ થયું છે. નવા સ્માર્ટફોન ઓબ્જેક્ટ ઈરેઝર સાથે પણ આવે છે, જેથી ઉપભોક્તાઓ ફોટોઝમાંથી અનિચ્છનીય ડિસ્ટ્રેકશન્સ દૂર કરી શકે છે. ઉપરાંત ફિલ્ટર્સ મૂડ અને રુચિને આધારે અજોડ અને પર્સનલાઈઝ્ડ ઈફેક્ટ માટે લાગુ ઉપભોક્તાઓ માટે મોજૂદ ફોટોઝમાંથી કલર્સ અને સ્ટાઈલ્સ કાઢીને કસ્ટમ ફિલ્ટર નિર્મિતી અભિમુખ બનાવે છે.
ઑસમ ડિઝાઈન
ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5G સંપૂર્ણ નવી ડિઝાઈન લેન્ગ્વેજ સાથે આવે છે, જે હવે ગેલેક્સી A સિરીઝ માટે બેન્ચમાર્ક છે. નવી ડિઝાઈન લેન્ગ્વેજમાં લાઈનિયર ફ્લોટિંગ કેમેરા મોડ્યુલ અને ‘રેડિયન્સ’ પ્રેરિત કલર થીમનો સમાવેશ થાય છે. ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5G ફક્ત 7.4mm થિકનેસ સાથે સૌથી સ્લિમ ગેલેક્સી A સિરીઝ ડિવાઈસીસ છે.
ઑસમ ડિસ્પ્લે
ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5Gમાં ઉચ્ચ ગુણવત્તાનો, આકર્ષક વ્યુઈંગ અનુભવ માટે નિર્માણ કરેલું વિશાળ ડિસ્પ્લે પણ છે. બંને ડિવાઈસમાં 6.7-ઈંચ FHD+ સુપર AMOLED ડિસ્પ્લે છે, જેમાં બ્રાઈટનેસ લેવલ 1200 nits સુધી પહોંચે છે. નવાં સ્ટીરિયો સ્પીકર્સ સમૃદ્ધ, સંતુલિત સાઉન્ડ સાથે અનુભવને વધુ બહેતર બનાવે છે.
ઑસમ કેમેરા
ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5G સ્માર્ટફોન્સ કેમેરાના અનુભવને શક્તિશાળી ટ્રિપલ- કેમેરા સિસ્ટમ સાથે નવી ઊંચાઈએ લઈ જાય છે, જેમાં 50MP મેઈન લેન્સ અને 10-bit HDR ફ્રન્ટ લેન્સ બ્રાઈટ અને ક્રિસ્પ સેલ્ફીઓ માટે ગેલેક્સી A56 5G અને A36 5G પર રેકોર્ડિંગ કરે છે. ગેલેક્સી A56 5G 12MP અલ્ટ્રા- વાઈડ લેન્સ સાથે આવે છે અને લો નોઈઝ મોડ સાથે નાઈટોગ્રાફી માટે બહેતરી લાવે છે, જે ઓછા પ્રકાશની સ્થિતિમાં પણ અદભુત કન્ટેન્ટ મઢી લેવા માટે વધારાના વાઈડ કેમેરા સપોર્ટ સાથે આવે છે.