સેમસંગ ઈન્ડિયા દ્વારા સેમસંગ વોલેટમાં પથદર્શક ફીચર્સ રજૂ કરાયાઃ ડિજિટલ પેમેન્ટ્સ અને યુપીઆઈ ઓનબોર્ડિંગની નવી વ્યાખ્યા

ગુરુગ્રામ, ભારત – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ડિજિટલ કીઝ, પેમેન્ટ પદ્ધતિઓ, ઓળખપત્રો અને ઘણું બધું એક સંરક્ષિત એપ્લિકેશનમાં આયોજન કરવા માટે ગેલેક્સી ઉપભોક્તાઓને મદદરૂપ થવા વર્સેટાઈલ મંચ સેમસંગ વોલેટમાં મહત્ત્વપૂર્ણ ઈનોવેશન્સની ઘોષણા કરી છે. આ પથદર્શક ફીચર્સ લાખ્ખો ગેલેક્સી યુઝર્સ જે રીતે નવાં ડિવાઈસીસ સેટ-અપ કરે, ડિજિટલ રીતે પેમેન્ટ્સ મેનેજ કરે અને વ્યવહાર કરે તેમાં બદલાવ લાવવા માટે તૈયાર કરાયા છે. ડિવાઈસ સેટઅપના ભાગરૂપે ફોકેક્સ કાર્ડસ અને ઓનલાઈન કાર્ડ પેમેટ્સ સહિત આસાન યુપીઆઈ ઓનબોર્ડિંગ, પિન- મુક્ત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને બહેતર ટેપ એન્ડ પે સપોર્ટ સાથે સેમસંગ વોલેટે તમારા ડિજિટલ જીવન માટે સાર્વત્રિક અને સંરક્ષિત ગેટઅવે બનવાના તેના ધ્યેયને વધુ ગતિ આપી છે.
“અમે સેમસંગ વોલેટમાં આ પથદર્શક ઈનોવેશન્સ રજૂ કરવા માટે ભારે રોમાંચિત છીએ. નવી એપડેટ્સ સાથે સેમસંગ વોલેટ હવે ફક્ત ડિજિટલ વોલેટ રહ્યું નથી, પરંતુ તે ડિજિટલ પેમેન્ટ્સ, ટ્રાવેલ એસેન્શિયલ્સ, ઓળખપત્રો અને ડિજિટલ કીઝ માટે સાર્વત્રિક અને સંરક્ષિત ગેટઅવે બની ગયું છે. યુઝર્સ પે, ટ્રાન્ઝેક્ટ અને ટ્રાવેલ માટે તેમનું નવું ગેલેક્સી ડિવાઈસલ સેટઅપ જે રીતે કરે છે તેમાં અમે અવરોધો દૂર કરી રહ્યા છીએ અને સુવિધાની નવી વ્યાખ્યા કરી રહ્યા છીએ,’’ એમ સેમસંગ ઈન્ડિયાના સર્વિસીસ એન્ડ એપ્સ બિઝનેસના સિનિયર ડાયરેક્ટર મધુર ચતુર્વેદીએ જણાવ્યું હતું.



