સેમસંગ ઈન્ડિયા દ્વારા AI-પાવર્ડ રિમોટ ડાયગ્નોસ્ટિક અને ટ્રબલશૂટિંગ ટૂલ સાથે ગ્રાહક સેવા બહેતર બનાવે છે
એડવાઈઝરો સમસ્યાઓ ઝડપથી ઉકેલી શકે છે, ઈન-હોમ વિઝિટ્સની જરૂર ઓછી કરી શકે છે અને ગ્રાહકોને પૂર્વસક્રિય સમાધાન પૂરી પાડે છે

ગુરુગ્રામ, ભારત, 16મી એપ્રિલ, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેનું હોમ એપ્લાયન્સીસ રિમોટ મેનેજમેન્ટ (એચઆરએમ) ટૂલ રજૂ કરવામાં આવ્યું છે. આ નેક્સ્ટ જનરેશન રિમોટ ડાયગ્નોસિસ અને ટ્રબલશૂટિંગ સમાધાન નોંધપાત્ર રીતે સેવા થોભવાનો સમય ઓછો કરે છે અને ગ્રાહક અનુભવ બહેતર બનાવે છે.
AI- પાવર્ડ રિમોટ ડાયગ્નોસ્ટિક્સ અને ટ્રબલશૂટિંગની શક્તિનો લાભ લેતાં સેમસંગ ટેક્નિશિયનો હવે સમસ્યાઓ ઝડપથી ઉકેલી શકે છે, ઝંઝટમય ઈન-હોમ વિઝિટ્સની જરૂર ઓછી થાય છે. આ નાવીન્યપૂર્ણ ટેકનોસોજી ઝડપી ઉકેલ અને ઓછા ડાઉનટાઈમ સાથે ગ્રાહક અનુભવ બહેતર બનાવવા સાથે ઉદ્યોગ માટે નવું સીમાચિહન સ્થાપિત કરીને ગ્રાહક સંભાળના ભવિષ્યની નવી વ્યાખ્યા કરે છે અને ગ્રાહકો અને તેમનાં સ્માર્ટ હોમ એપ્લાયન્સીસ વચ્ચે સંબંધોની નવી કલ્પના કરે છે.
‘‘સેમસંગ સર્વિસ પિનપોઈન્ટ અચૂકતા સાથે સમસ્યાઓ ઓળખવા માટે આધુનિક ટૂલ્સનો લાભ લેતાં હોમ એપ્લાયન્સ ડાયગ્નોસ્ટિક્સમાં આગેવાન છે. તેની સ્માર્ટ ડાયગ્નોસ્ટિક્સ સેવા થકી ગ્રાહકો રિમોટ થકી ટ્રબલશૂટિંગ અને સમસ્યા ઉકેલીને પૂર્વસક્રિય સમાધાન મેળવી શકે છે, જેથી ટેક્નિશિયનની વિઝિટની જરૂર ઓછી થાય છે. આ બ્રેકથ્રુ નોંધપાત્ર રીતે થોભવાનો સમય ઓછો કરે છે, ઝડપી ઉકેલની ખાતરી રાખે છે અને પ્રોડક્ટ જાળવણી પર સમયસર અપડેટ્સ પૂરી પાડીને આખરે ગ્રાહક અનુભવને બહેતર બનાવે છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના ગ્રાહક સંતોષના વીપી સુનિલ કુટિન્હાએ જણાવ્યું હતું.