સેમસંગ ઈન્ડિયાએ ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 માટે પ્રી-ઓર્ડર શરૂ કર્યાઃ આજ સુધીની સૌથી આધુનિક ગેલેક્સી Z સિરીઝ

નવી દિલ્હી, 14 જુલાઈ, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ઘોષણા કરી હતી કે તેણે આજ સુધીની સૌથી આધુનિક ગેલેક્સી Z સિરીઝ- ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 માટે પ્રી-ઓર્ડરો લેવાનું શરૂ કરી દીધું છે.
ગેલેક્સી Z ફોલ્ડ 7 ગેલેક્સી આજ સુધીની સૌથી પાતળી અને હલકી ગેલેક્સી Z ફોલ્ડ સિરીઝમાં શ્રેષ્ઠતમ ડિઝાઈન, કેમેરા ફંકશનાલિટી અને એઆઈ ઈનોવેશનને એકત્ર લાવે છે. તે અનફોલ્ડ કરાય ત્યારે વધુ વિશાળ, વધુ આકર્ષક ડિસ્પ્લે સાથે કાર્યક્ષમતા અને પ્રોડક્ટિવિટીની નવી સપાટીઓ ઉજાગર કરવા સાથે અલ્ટ્રા- સ્માર્ટફોનનો પ્રીમિયમ પરફોર્મન્સ અને એક્સપીરિયન્સ પ્રદાન કરે છે.
આજ સુધીના સૌથી પાતળા, હલકા ગેલેક્સી Z ફોલ્ડ
ગેલેક્સી Z ફોલ્ડ 7 બહેતર પાવર અને વિશાળ, અનફોલ્ડેડ ડિસ્પ્લેની ફ્લેક્સિબિલિટી સાથે એકત્રિત- બધું જ એક ડિવાઈસમાં પારંપરિક સ્માર્ટફોનની પોર્ટેબિલિટી અને જ્ઞાનાકાર અહેસાસ ચાહનારા માટે ઘડવામાં આવ્યા છે. અત્યંત પાતળી અને હલકી ડિઝાઈન અને પહોળા કવર ડિસ્પ્લે સાથે ગેલેક્સી Z ફોલ્ડ 7 આસાન ઓન-ધ-ગો એક્સપીરિયન્સ પ્રદાન કરે છે, જે તે ફોલ્ડ કરાય ત્યારે ટાઈપિંગ અને બ્રાઉઝિંગ આસાન બનાવે છે.
ફક્ત 215 ગ્રામ સાથે ગેલેક્સી Z ફોલ્ડ 7 ગેલેક્સી S25 અલ્ટ્રા કરતાં પણ હલકા છે.
તે ફોલ્ડ કરાય ત્યારે ફક્ત 8.0 મીમી જાડા અને અનફોલ્ડ કરાય ત્યારે 4.2 મીમી જાડા છે.
ડિવાઈસ 6.5 ઈંચ ડાયનેમિક AMOLED 2x કવર ડિસ્પ્લે, નવા 21:9 આસ્પેક્ટ રેશિયો સાથે પહોળું સ્ક્રીન આપે છે.