સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 અને Z ફ્લિપ 7 FE, વોચ8, વોચ 8 ક્લાસિકનું ભારતમાં આજથી વેચાણ શરૂ

ગુરુગ્રામ, ભારત, 25 જુલાઈ, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે તેના સેવંથ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ- ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 FE સાથે ગેલેક્સી વોચ 8 સિરીઝનું ભારતમાં ગ્રાહકો માટે વેચાણ શરૂ કર્યાની ઘોષણા કરી હતી. આજથી આરંભ કરતાં ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 FE સાથે ગેલેક્સી વોચ 8 સિરીઝ તમારી નજીકના રિટેઈલ આઉટલેટ્સમાં મળી શકશે. ગ્રાહકો Samsung.com, એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ આ ડિવાઈસ ખરીદી કરી શકશે.
ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 FE ભવ્ય સફળ સાબિત થયા છે, જેને વિક્રમી પ્રી-ઓર્ડર પ્રાપ્ત થયા છે, જે ગ્રાહકોની ભરપૂર માગણી અને ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ માટે આકર્ષણનો સંકેત આપે છે. ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 FEએ પ્રથમ 48 કલાકમાં 2,10,000 પ્રી-ઓર્ડર પ્રાપ્ત કરીને અગાઉના વિક્રમ તોડી નાખ્યા હતા અને અગાઉ આ વર્ષે ગેલેક્સી S25 સિરીઝને પ્રાપ્ત થયેલા પ્રી-ઓર્ડરની લગભગ બરોબરી કરી છે.
ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7- જ્ઞાનાકાર ઈન્ટેલિજન્સ સાથે અત્યંત પાતળા અને હલકા
વર્ષોની બ્રેકથ્રુ એન્જિનિયરિંગ અને આધુનિક ઈન્ટેલિજન્સ સાથે સમૃદ્ધ ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 સ્માર્ટફોન ઈનોવેશનમાં આગામી છલાંગ આલેખિત કરે છે. ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 સેમસંગની આજ સુધીની સૌથી પાતળી, હલકી અને અત્યાધુનિક Z સિરીઝનાં ડિવાઈસીસ છે. અત્યાધુનિક પરફોર્મન્સ અને આસાન ઈન્ટીગ્રેટેડ ગેલેક્સી AI દ્વારા પાવર્ડ તે ઈન્ટેલિજન્ટ, એડપ્ટિવ સાથી છે, જે અસલ સમયમાં યુઝર્સની જરૂરતોને ધારે છે અને પ્રતિસાદ આપે છે. વ્યાપક, સાનુકૂળ ડિસ્પ્લેઝ, પ્રો-ગ્રેડ કેમેરાઝ અને કોન્ટેક્સ્ટ- અવેર ઈન્ટેલિજન્સ સાથે ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 પ્રોડક્ટિવિટી, ક્રિયેટિવિટી અને કનેક્શન સાથે અલ્ટ્રા- એક્સપીરિયન્સની નવી ક્ષિતિજો ખોલી નાખે છે.
ગેલેક્સી Z ફોલ્ડ 7 ગેલેક્સીની આધુનિકતાઓને એકત્ર લાવે છે અને તેમની ક્ષિતિજની વ્યાપ્તિ વધારીને આઝ સુધીની સૌથી પાતળી, હલકી અને અત્યાધુનિક Z સિરીઝમાં ઉચ્ચ સ્તરનો અનુભવ પ્રદાન કરે છે. તેનો મોટા સ્ક્રીન પર રોમાંચક, અત્યંત રોચક પરફોર્મન્સ યુઝર્સને એકસાથે ગેમ, સ્ટ્રીમ, કનેક્ટ અને ક્રિયેટ કરવા સશક્ત બનાવે છે. ગેલેક્સીનો અસલી AI સાથી અનુભવ ફોલ્ડેબલ ફોર્મેટ માટે મહત્તમ બનાવાયો છે, જેથી વધુ એપ્સ અને વિશાળ સ્ક્રીનમાં ઈન્ટરએકશન્સ અત્યંત સહજ બને છે. અને જેમિની લાઈવ સાથે કેમેરા અને સ્ક્રીન શેરિંગ સાથે યુઝર્સ તેઓ શું જોવા માગે છે તે વિશે જેમિની સાથે નૈસર્ગિક રીતે વાત કરી શકે છે. તેઓ નવું શહેર ખોજ કરવા હોય ત્યારે સ્થાનિક વાનગીની તસવીર શૅર કરી શકે અને જેમિનીને નજીકમાં આ વાનગી અજમાવી શકાય તેવી રેસ્ટોરાં છે કે કેમ તે પૂછી શકે છે.
ઉપરાંત ગેલેક્સી Z ફોલ્ડ 7નો અલ્ટ્રા- ગ્રેડ 200MP હાઈ- રિઝોલ્યુશન કેમેરા સાનુકૂળ એન્ગલ્સમાં શૂટ કરવાની આઝાદી આપે છે, જેને લઈ પ્રોફેશનલ ગુણવત્તાનું કન્ટેન્ટ ક્રિયેશન યુઝર્સના આંગળીના ટેરવા પર આવી જાય છે. દાખલા તરીકે સુવિધાજનક એડિટિંગ ફીચર્સમાં જનરેટિવ એડિટ નાઉ આપોઆપ ફોટોઝની પાર્શ્વભૂમાં પસાર થતું હોય તે શોધી કાઢે છે અને પૂર્વસક્રિય રીતે શું રિમુવ કરવાનું છે તેની ભલામણ કરે છે, જેથી મેન્યુઅલ પસંદગી અને એડિટ્સ કરવાની જરૂર રહેતી નથી. આ ફીચર્સ ઉપરાંત ગેલેક્સી Z ફોલ્ડ 7 કશુંક અસાધારણ ઉજાગર કરતી આકર્ષિત કરનારી નવી ડિઝાઈનમાં પરિચિતતા અને ટકાઉપણું લાવે છે.