સેમસંગ ગેલેક્સી Z Fold6, Z Flip6, વોચ અલ્ટ્રા, વોચ 7 અને બડ્સ 3 આકર્ષક ઓફરો સાથે વેચાણમાં
ગુરુગ્રામ, ભારત, 26મી જુલાઈ, 2024: સેમસંગના સિક્સ્થ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ અને ઈકોસિસ્ટમ પ્રોડક્ટ્સ- ગેલેક્સી Z Fold6, ગેલેક્સી Z Flip6, ગેલેક્સી વોચ અલ્ટ્રા, વોચ 7 અને બડ્સ 3 હવે તમારી નજીકનાં રિટેઈલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો Samsung.com, Amazon.in અને ફિલપકાર્ટ પર પણ ડિવાઈસીસ ખરીદી શકે છે.
ગેલેક્સી Z Fold6 અનેગેલેક્સી Z Flip6ને અદભુત સફળતા મળી છે, જેમાં ગત જનરેશનના ફોલ્ડેબલ્સની તુલનામાં પ્રથમ 24 કલાકમાં 40 ટકા વધુ પ્રી-ઓર્ડર પ્રાપ્ત થયા છે. ગેલેક્સી Z Fold6 અને Z Flip6 આજ સુધીની સૌથી સ્લિમ અને હલકી ગેલેક્સી Z સિરીઝ છે, જે સ્ટ્રેઈટ એજીસ સાથે અનુરૂપ સિમેટ્રિકલ ડિઝાઈન સાથે આવે છે. ગેલેક્સી Z સિરીઝ બહેતર આર્મર એલ્યુમિનિયમ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 સાથે સુસજ્જ છે, જે તેને આજ સુધીની સૌથી ટકાઉ ગેલેક્સી Z સિરીઝ બનાવે છે.
ગેલેક્સી Fold6 અને Z Flip6 ગેલેક્સી માટે આજ સુધીનું સૌથી આધુનિક સ્નેપડ્રેગન મોબાઈલ પ્રોસેસર સ્નેપડ્રેગન® 8 Gen 3 મોબાઈલ પ્લેટફોર્મથી સમૃદ્ધ છે, કક્ષામાં ઉત્તમ CPU GPU અને NPUપરફોર્મન્સને જોડે છે.
ગેલેક્સી ZFold6 અને Z Flip6 સેમસંગ નોક્સ દ્વારા સંરક્ષિત છે, જે કંપનીનું ડિફેન્સ- ગ્રેડ, મલ્ટી-લેયર સિક્યરિટી પ્લેટફોર્મ મહત્ત્વપૂર્ણ માહિતીનું રક્ષણ કરવા અને નિર્બળતાઓ સામે રક્ષણ કરવા નિર્માણ કરાયું છે.
ગેલેક્સી વોચ અલ્ટ્રા ગેલેક્સ વોચ પોર્ટફોલિયોમાં નવીનતમ અને સૌથી શક્તિશાળી ઉમેરો છે, જે અલ્ટિમેટ ઈન્ટેલિજન્સ અને ક્ષમતાઓ સાથે ઉચ્ચ સ્તરની સિદ્ધિ માટે બહેતર ફિટનેસ અનુભવ કરાવે છે. ગેલેક્સી વોચ 7 સાથે ઉપભોક્તાઓ અચૂક રીતે 100થી વધુ વર્કઆઉટ્સ ટ્રેક કરી શકે છે અને તમારાં લક્ષ્યો હાંસલ કરવા માટે વર્કઆઉટ રુટિન સાથે વિવિધ કસરતોને જોડીને રુટિન્સ નિર્માણ કરી શકે છે. ગેલેક્સી વોચ 7 સ્લીપ એનાલિસિસ માટે નવા આધુનિક ગેલેક્સી AI અલ્ગોરીધમ સાથે સુસજ્જ છે, જ્યાં ઉપભોક્તાઓ ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઈસીજી) અને બ્લડ પ્રેશર (બીપી) મોનિટરિંગ સાથે તમારા હૃદયના સ્વાસ્થ્યને ઊંડાણથી સમજી શકે છે.
ગેલેક્સી બડ્સ 3 ગેલેક્સી AIથી સમૃદ્ધ છે, જે અતુલનીય સાઉન્ડ માટે ઘડવામાં આવ્યા છે અને નવા કમ્પ્યુટેશનલ ઓપન- ટાઈપ ડિઝાઈન સાથે આવે છે, જે આરામદાયક રીતે ફિટ થાય છે.