સેમસંગના સર્કલ ટુ સર્ચ સાથેના ગેલેક્સી A55 5G, ગેલેક્સી A35 5G હવે રૂ. 25,999ની કિંમતથી ઉપલબ્ધ છે
હવે AI ફીચર સર્કલ ટુ સર્ચ વિથ ગૂગલ સાથે આવે છે
ગુરુગ્રામ, ભારત – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સ્માર્ટફોન્સ અગાઉ ક્યારેય નહીં તે કિંમતે રજૂ કર્યાની ઘોષણા કરી હતી. ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સેમસંગના ફ્લેગશિપ મોબાઈલ ઈનોવેશન્સનું શ્રેષ્ઠતમ પ્રદાન કરે છે અને હવે AI ફીચર સર્કલ ટુ સર્ચ વિથ ગૂગલ સાથે આવે છે.
મર્યાદિત સમયની ઓફર હેઠળ ગેલેક્સી A55 5G રૂ. 33,999ની ચોખ્ખી અસરકારક આરંભિક કિંમતે મળશે, જ્યારે ગેલેક્સી A35 5G રૂ. 25,999ની ચોખ્ખી અસરકારક કિંમતે મળશે. ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G ઘણા બધા ફ્લેગશિપ ફીચર્સ સાથે આવે છે, જેમાં ગોરિલા ગ્લાસ વિક્ટસ+, AI દ્વારા બહેતર બનાવાયેલા કેમેરા ફીચર્સ, સેમસંગ નોક્સ વોલ્ટ, ચાર OS અપગ્રેડ્સ અને પાંચ વર્ષની સિક્યુરિટી અપડેટ્સનો સમાવેશ થાય છે.
ગ્રાહકો અગ્રણી બેન્કોનાં ક્રેડિટ કાર્ડસનો ઉપયોગ કરીને આ સ્માર્ટફોન્સ ખરીદી કરે ત્યારે ગેલેક્સી ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G પર રૂ. 6000નું આકર્ષક બેન્ક કેશબેક મેળવી શકે છે. તેઓ છ મહિના સુધી ઈએમઆઈ પણ મેળવી શકે છે. ગ્રાહકો ગેલેક્સી A55 5G પર રૂ. 6000 સુધી અને ગેલેક્સી A35 5G પર રૂ. 5000 સુધી અપગ્રેડ બોનસ પણ માણી શકે છે. જોકે ગ્રાહકો બેન્ક કેશબેક અથવા અપગ્રેડ્સ બોનસમાંથી કોઈ પણ એક ઉપલબ્ધ કરી શકે છે.
સર્કલ ટુ સર્ચ
ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સર્કલ ટુ સર્ચ સાથે આવે છે, જે પારંપરિક સર્ચ પદ્ધતિઓની પાર જતા ખોજનો પરિવર્તનકારી અનુભવ પ્રદાન કરે છે. આ વિશિષ્ટતા ગૂગલ સાથે મજબૂત જોડાણના ભાગરૂપ છે, જે તેની ઉપયોગક્ષમતા અને જ્ઞાનાકારક્ષમતા બહેતર બનાવતાં સતત ઉત્ક્રાંતિ પામી છે. ગેલેક્સી AIનું એક સૌથી લોકપ્રિય ફીચર સર્કલ ટુ સર્ચ છે, જે ઉપભોક્તાઓને સરજ જેસ્ચર સાથે તેમના સ્ક્રીન પર કશું પણ સર્ચ કરવાની અનુકૂળતા આપે છે. ઉપભોક્તા એપ્સ સ્વિચ કર્યા વિના સ્ક્રીન પર ઓબ્જેક્ટ પર આંગળી અથવા સ્ક્રિબલ કરીને ટેક્સ્ટ આસપાસ સર્કલ દોરી શકે છે.
દાખલા તરીકે જો ઉપભોક્તા સોશિયલ મિડિયા પોસ્ટમાં તેમને ગમતી ક્લોધિંગ આઈટમ જુએ તો તુરંત ઓનલાઈન આવી જ પ્રોડક્ટો શોધી કાઢવા માટે સર્કલ ટુ સર્ચનો ઉપયોગ કરીને તેની આસપાસ સર્કલ દોરી શકે છે. સર્કલ ટુ સર્ચ ગેલેક્સી S24 સિરીઝમાં અનોખું પણ તરી આવ્યું છે, જે સીમાચિહનો ઓળખવા, અનટેગ્ડ આઈટમો માટે શોપિંગ અથવા વિડિયોમાં વિગતોની ખોજ જેવાં રોજના ટાસ્ક્સમાં પણ મદદ કરી શકે છે.