સેમસંગ દ્વારા ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’નું મુંબઈમાં વિસ્તરણઃ શિક્ષકો માટે AI અને ટેકનોલોજી તાલીમ લાવી

ગુરુગ્રામ, ભારત, 29 ઓગસ્ટ, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે અત્યાધુનિક ડિજિટલ ટૂલ્સ અને આધુનિક પેડાગોગીઝ સાથે શિક્ષકો, પ્રિન્સિપાલો અને શાળાના પ્રશાસકોનું કૌશલ્ય વધારીને ક્લાસરૂમમાં પરિવર્તન લાવવાના લક્ષ્ય સાથે અનોખો સમુદાય પ્રેરિત પ્રોગ્રામ ગેલેક્સી એમ્પાવર્ડનો મુંબઈ અધ્યાય લોન્ચ કરાયો હતો.
નવી દિલ્હીમાં 250 શાળાઓ સુધી પહોંચેલા અને 2700થી વધુ શિક્ષકોને સર્ટિફાઈડ કરનારા પ્રોગ્રામની સફળતાથી રજૂઆત પછી ગેલેક્સી એમ્પાવર્ડે હવે રાષ્ટ્રની શૈક્ષણિક ઈકોસિસ્ટમ પર કાયમી છાપ છોડવાની મહત્ત્વાકાંક્ષા સાથે ભારતના નાણાકીય અને શૈક્ષણિક કેન્દ્ર મુંબઈમાં તેની પહોંચ વિસ્તારી છે.
મુંબઈના લોન્ચ ઈવેન્ટમાં રાજ્ય અને પાડોશી રાજ્યની 250થી વધુ શાળાના 350 શિક્ષકો અને શાળાના આગેવાનો એકત્ર આવ્યા હતા, જે પ્રોગ્રામની ગતિ અને શિક્ષકોમાં વ્યાવસાયિક વિકાસ માટે મજબૂત માગણી અધોરેખિત કરે છે.
ઈવેન્ટમાં રાજ્યના કૌશલ્ય વિકાસ, ઉદ્યોગ સાહસિકતા અને ઈનોવેશનના મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા, યુનેસ્કો, પેરિસ માટે ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ શ્રી વિશાલ વી શર્મા અને સીબીએસઈના સેક્રેટરી શ્રી હિમાંશુ ગુપ્તા તથા સેમસંગ ઈન્ડિયાના વરિષ્ઠ આગેવાનો, શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અને સીબીએસઈ, આઈસીએસઈ, આઈબી, આઈજીસીએસઈ અને રાજ્યનાં મંડળોનું પ્રતિનિધિત્વ કરવા માટે અનેક શિક્ષકો હાજર રહ્યા હતા.
“મુંબઈ ભારતીય શિક્ષણમાં ઈનોવેશનના જોશને આલેખિત કરે છે. ગેલેક્સી એમ્પાવર્ડ સાથે અમે દેશભરમાં શિક્ષકોને વિદ્યાર્થીઓને સહભાગી કરવા, ઉત્સુકતા પ્રેરિત કરવા અને ક્લાસરૂમોમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે તેમને જરૂરી સાધનોથી સુસજ્જ કરી રહ્યા છીએ. અમારો ધ્યેય 2025 સુધી 20,000થી વધુ શિક્ષકોને સશક્ત બનાવવાનો છે અને મુંબઈ તે પ્રવાસમાં મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના MX બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલ્લને જણાવ્યું હતું.
“ભારત અગાઉ કરતાં વધુ ઝડપથી આગળ વધી રહ્યો છે અને સેમસંગ ગેલેક્સી એમ્પાવર્ડ જેવી પહેલો કુશળ, ભાવિ તૈયાર રાષ્ટ્રને આકાર આપવાની અમારી સમાન કટિબદ્ધતા દર્શાવે છે. જો દરેક નાગરિક તેમનું શ્રેષ્ઠતમ આપે તો ભારતને વિશ્વ ગુરુ બનવાથી કોઈ રોકી નહીં શકશે. સેમસંગે આજે આપણે નિર્માણ કરવા માગીએ તે જીવનની રીત માટે દિશા સ્થાપિત કરી છે. શિક્ષકોને સશકત બનાવીને અમે એકત્ર સમાજના ભવિષ્યને આકાર આપીશું અને ભારત નવી ઊંચાઈ સર કરશે,’’ એમ મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ, એન્ટરપ્રેન્યોરશિપ અને ઈનોવેશન મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું.