સેમસંગ દ્વારા ભારતમાં હોમ એપ્લાયન્સીસ માટે વોરન્ટી પ્લાન સમાવિષ્ટ કરવા સેમસંગ કેર+ સર્વિસનું વિસ્તરણ

ગુરુગ્રામ, ભારત, 12 November 2025: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે રેફ્રિજરેટરો, વોશિંગ મશીન્સ, એર કંડિશનર્સ, માઈક્રોવેવ ઓવન્સ અને સ્માર્ટ ટીવી સહિત હોમ એપ્લાયન્સીસ માટે વિસ્તારિત વોરન્ટી પ્લાન્સ સહિત તેની સેમસંગ કેર+ સર્વિસનું વિસ્તરણ કર્યાની ઘોષણા કરી હતી. દેશભરમાં ઘરો ઉજવણીથી ધમધમી રહ્યા છે ત્યારે સેમસંગ આ તહેવારનો સમયગાળો બહેતર રક્ષણ અને સુવિધા થકી ગ્રાહકોને વધુ મનની શાંતિ આપીને વધુ પુરસ્કૃત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. ગ્રાહકો 1-4 વર્ષની શ્રેણીમાંથી પ્લાન પસંદ કરી શકે છે, જે દિવસના રૂ. 2 જેટલી માતબર રકમથી શરૂ થતી કિંમતો સાથે વ્યાપક રક્ષણ અને સુવિધા પ્રદાન કરે છે.
અપગ્રેડેડ સેમસંગ કેર+ સર્વિસે સોફ્ટવેર અપડેટ્સ અને સ્ક્રીન માલ્ફંકશન્સ (પ્રત્યક્ષ હાનિ સાથે નહીં) માટે ઉદ્યોગમાં પ્રથમ એવું કવરેજ પણ રજૂ કર્યું છે. તે ગ્રાહકોને હાર્ડવેરની સમસ્યા હોય ત્યારે અને સોફ્ટવેરની કામગીરી તેમ જ ડિસ્પ્લેની ચિંતા હોય ત્યારે પણ સંપૂર્ણ મનની શાંતિ મળે તેની ખાતરી રાખીને સેમસંગ કેર+ ઉદ્યોગમાં સૌથી વ્યાપક એપ્લાયન્સ પ્રોટેકશન પ્રોગ્રામ બનાવે છે.
“અમે ગ્રાહક અનુભવને વધુ બહેતર બનાવવા, સોફ્ટ અપડેટ્સ અને સ્ક્રીન માલ્ફંકશન કવરેજ જેવા અજોડ લાભો સાથે હોમ એપ્લાયન્સીસની માલિકીને નવી ઊંચાઈએ લઈ જવા અને સર્વ ચેનલોમાં સેમસંગ કેર+ વિસ્તારિત વોરન્ટી પ્લાન્સની ઉપલબ્ધતા વિસ્તારવા માટે કટિબદ્ધ છીએ,’’ એમ સેમસંગ ઈન્ડિયાના ડિજિટલ એપ્લાયન્સીસના વાઈસ પ્રેસિડેન્ટ ઘુફરાન આલમે જણાવ્યું હતું.
નિપુણતા, પહોંચ, વિશ્વસનીયતા, સ્પીડ, સ્માર્ટ સેવા, પ્રોટેકશન અને સસ્ટેનેબિલિટીના પાયા પર નિર્મિત સેમસંગ કેર+ 13,000થી વધુ સેમસંગ પ્રમાણિત એન્જિનિયરો, 2500+ સર્વિસ સેન્ટર્સ અને 100 ટકા જેન્યુઈન સેમસંગ પાર્ટસને પહોંચ પૂરી પાડીને સમયસર, ઉચ્ચ ગુણવત્તાની સેવાની ખાતરી રાખે છે. ગ્રાહકોને નવ ભાષામાં બહુભાષી ટેકો મળશે, જ્યારે સેમસંગ એપ ગ્રાહકોને સર્વિસ ટ્રેક કરવા અને નિર્ધારિત મેઈનટેનન્સ માટે સમયસર યાદગીરી પ્રાપ્ત કરવા માટે અભિમુખ બનાવે છે.



