બિઝનેસ

સેમસંગ ડેઝ સેલનો શુભારંભઃ વિવિધ શ્રેણીઓમાં આકર્ષક ઓફરો સાથે AI- પાવર્ડ લિવિંગ ઉજાગર કરે છે

ગુરુગ્રામ, ભારત, 18 જુલાઈ, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા સેમસંગ ડેઝ સેલની ઘોષણા કરવામાં આવી છે, જે 12 જુલાઈથી ખાસ Samsung.com, સેમસંગ શોપ એપ અને સેમસંગ એક્સપીરિયન્સ સ્ટોર્સમાં લાઈવ માણી શકાશે. આ બહુપ્રતિક્ષિત ઝુંબેશ 18 જુલાઈ સુધી ચાલુ રહેશે, જેમાં ગ્રાહકો માટે ઉત્તમ ઓફર્સ, ખાસ એક્સચેન્જ ડીલ્સ અન ખરા અર્થમાં અસમાંતર શોપિંગ અનુભવ લાવવામાં આવ્યાં છે.

સેમસંગ સાથે AIની પાવર ઉજાગર કરો

આ વર્ષે સેમસંગ ડેઝે સેમસંગની અત્યાધુનિક AI- પાવર્ડ પ્રોડક્ટો, જેમ કે, સ્માર્ટફોનથી ટીવી, ટેબ્લેટ્સ, રેફ્રિજરેટર અને લેપટોપ તથા વોશિંગ મશીન સુધી પર ભાર આપ્યો છે, જેથી ગ્રાહકો નવીનતમ ઈન્ટેલિજન્ટ ટેકનોલોજી સાથે તેમનું જીવન આસાન બનાવવા સશક્ત બનશે.

અદભુત સ્માર્ટફોન અને લેપટોપ ડીલ્સનો લાભ

સેલ શરૂ થયું છે ત્યારે ગ્રાહકો નવીનતમ ગેલેક્સી Z ફોલ્ડ7 અને ગેલેક્સી Z ફ્લિપ7 512 GB વર્ઝન 256 GB વર્ઝનની કિંમતે પ્રી- ઓર્ડર કરી શકે છે. ગેલેક્સી Z ફ્લિપ7 FE ખરીદી કરે તેમને 128 GBની કિંમતે 256 GB વર્ઝન મળશે. ગ્રાહકો સંપૂર્ણ નવી ગેલેક્સી વોચ 8 સિરીઝ સાથે નવીનતમ ગેલેક્સી Z ફોલ્ડ7 અને ગેલેક્સી Z ફ્લિપ7 સાથે પણ જોડી બનાવી શકે છે. નવીનતમ ફોલ્ડેબલ્સ હોય કે શક્તિશાળી કેમેરા- કેન્દ્રિત મોડેલો હોય, દરેક ટેક શોખીનો માટે કશુંક છે. ઉપરાંત ચુનંદાં ગેલેક્સી ટેબ્લેટ્સ,, એસેસરીઝ અને વેરેબલ્સ 65 ટકા સુધી છૂટના ડિસ્કાઉન્ટે મળશે, જેથી તમારી ગેલેક્સી ઈકોસિસ્ટમ પૂરી કરવા માટે આ ઉત્તમ સમય છે.

આટલું જ નહીં, ઉપભોક્તાઓ આસાન અને બહુમુખી ટેબ્લેટ જેવો અનુભવ કરવા માગતા હોય તો ચુનંદી ગેલેક્સી બુક 5 અને બુક 4 લેપટોપ્સ પર 35 ટકા સુધી છૂટ મેળવી શકે છે અને ગેલેક્સી AI સાથે તેમનો વર્કફ્લો વધારી શકે છે.

અતુલનીય કિંમતે મોટા સ્ક્રીનની લક્ઝરી

ટીવી જોવાના અનુભવમાં અપગ્રેડ કરવા માગનારા માટે વિઝન AI ટીવી પર અમુક આકર્ષક ઓફરો છે, જેમ કે, નિયો QLED 8K TVs, OLED TVs & QLED TVs. ગ્રાહકો ફઅરી ટીવી અથવા ચુનંદાં ટીવી સાથે સાઉન્ડબાર, 20 ટકા સુધી ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ અને રૂ. 5000 સુધી એક્સચેન્જ બોનસ પણ મેળવી શકે છે. ઓડિયો ડિવાઈસ સાથે ટીવી પૅર કરવા માગતા હોય તેમને ચુનંદાં ઓડિયો ડિવાઈસીસની એમઆરપી પર 40 ટકા* સુધી છૂટ મળી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button