સેમસંગ દ્વારા બીસ્પોક AI એપ્લાયન્સીસ પર અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી ડીલ્સ
કેશબેક અને રિવોર્ડસ સાથે ‘બિગ બીસ્પોક AI ફેસ્ટિવલ’ લાવી

ગુરુગ્રામ : ભારતની સૌથી વિશાળ કન્ઝયમુર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેની સૌથી ભવ્ય ફેસ્ટિવ ઉજવણી ‘ધ બિગ બીસ્પોક AI ફેસ્ટિવલ’ની ઘોષણા કરી છે, જે ગ્રાહકોને તેનાં બીસ્પોક AI ડિજિટલ એપ્લાયન્સીસમાં આકર્ષક ડીલ્સ અને રિવોર્ડસ ઓફર કરે છે. 26મી ઓક્ટોબર, 2025 સુધી માન્ય કેમ્પેઈન ગ્રાહકોને તેના બીસ્પોક AI ડિજિટલ એપ્લાયન્સીસમાં તેની ખાસ ઓફર્સ, કેશબેક અને ફેસ્ટિવલ રિવોર્ડસ થકી નવીનતમ AI પાવર્ડ ઈનોવેશન્સ સાથે તેમનાં ઘરોને અપગ્રેડ કરવામાં મદદરૂપ થશે. આ કેમ્પેઈન સાથે સેમસંગ કનેક્ટેડ, જ્ઞાનાકારઅને ઊર્જા કાર્યક્ષમ ટેકનોલોજી આ ફેસ્ટિવ સીઝનમાં ભારતીય ગ્રાહકોને વધુ પહોંચક્ષમ બનાવે છે.
‘બિગ બીસ્પોક AI ફેસ્ટિવલ’ દરમિયાન ગ્રાહકો ચુનંદાં બીસ્પોક AI એપ્લાયન્સીસ પર રૂ. 50,000 સુધી કેશબેક અને મોડેલોની વ્યાપક શ્રેણીમાં 47 ટકા સુધી ડિસ્કાઉન્ટ્સ માણી શકે છે. ઓફરો રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન્સ, માઈક્રોવેવ્ઝ અને એર કંડિશનર્સ પર છે, જે તેને સેમસંગનાં નવીનતમ ઈનોવેશન્સ અપગ્રેડ કરવા માટે ઉત્તમ સમય બનાવે છે. અપગ્રેડને વધુ આસાન બનાવવા માટે સેમસંગ તેની 20/5 ફાઈનાન્સ યોજના હેઠળ ચુનંદાં રેફ્રિજરેટર્સ અને વોશિંગ મશીન્સ પર વિશેષ ‘1 ઈએમઆઈની છૂટ’ના લાભ સાથે ઝીરો ડાઉન પેમેન્ટ સાથે સાનુકૂળ ફાઈનાન્સ વિકલ્પો પણ ઓફર કરી રહી છે. આ યોજનામાં સેમસંગ પ્રથમ ઈએમઆઈ ચૂકવે છે, જ્યારે ગ્રાહકોએ ખરીદીના સમયે 5 મહિના માટે એડવાન્સ ઈએમઆઈ ભરવાના રહેશે. બાકી રકમ 20 મહિનામાં નો-કોસ્ટ ઈએમઆઈ તરીકે લાગુ કરાશે.
‘‘ ‘ધ બિગ બીસ્પોક AI ફેસ્ટિવલ’ સાથે અમે સેમસંગનાં અત્યાધુનિક, ગ્રાહક પ્રથમ ઈનોવેશન્સ ભારતીય ઘરોમાં લાવી રહ્યા છીએ. બીસ્પોક AI રેન્જ સુવિધાની પાર જવા માટે તૈયાર કરાઈ છે, જે વિવિધ શ્રેણીઓમાં પર્સનલાઈઝ્ડ, ઊર્જા કાર્યક્ષમ અનુભવ પ્રદાન કરવા સાથે રોજિંદું જીવન આસાન બનાવે છે. ખાસ ઓફર્સ, કેશબેક અને વિસ્તારિત વોરન્ટીઓ થકી કનેક્ટેડ અને જ્ઞાનાકાર ટેકનોલોજી વધુ પહોંચક્ષમ બનાવીને અમારા ગ્રાહકો સાથે ફેસ્ટિવ સીઝનની ઉજવણી કરવાની સેમસંગની આ રીત છે. આ કેમ્પેઈન ઈનોવેશન પ્રત્યે અમારી કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે અને ભારતીય ગ્રાહકોની ઉત્ક્રાંતિ પામતી જીવનશૈલીમાં ખરા અર્થમાં પૂરક છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાનાં ડિજિટલ એપ્લાયન્સીસના વાઈસ પ્રેસિડેન્ટ ગુફરાન આલમે જણાવ્યું હતું.