સેમસંગ દ્વારા વધુ ફ્લેગશિપ ડિવાઈસીસ પર ગેલેક્સી AI રજૂ કરાયું) મોબાઈલ AI અનુભવનું લોકશાહીકરણ
સુરત, ભારત – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે મોબાઈલ AIનાના વધુ લોકશાહીકરણ માટે ઘડવામાં આવેલાં વધુ ગેલેક્સી ફ્લેગશિપ ડિવાઈસીસ પર ગેલેક્સી AI ફીચર્સ રજૂ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. આ રજૂઆત આજથી આરંભ કરાઈ છે અને ગેલેક્સી S23 સિરીઝ, S23 FE, Z Fold5, Z Flip5 અને Tab S9 સિરીઝમાં ઉપલબ્ધ થશે. તાજેતરમાં લોન્ચ કરાયેલી ગેલેક્સી S24 સિરીઝ સાથે સુમેળ સાધતાં આ અપડેટ ઉપભોક્તાઓના મોબાઈલ AIના ધોરણોને નવી ઊંચાઈએ લઈ જશે.
ગેલેક્સી AI ફીચર્સની રજૂઆત સાથે ગેલેક્સી S23 સિરીઝ, S23 FE, Z Fold5, Z Flip5 અને Tab S9 સિરીઝના ઉપભોક્તાઓને હવે સર્કલ ટુ સર્ચ, લાઈવ ટ્રાન્સલેટ અને નોટ આસિસ્ટ વગેરે સહિત અનેક ફીચર્સના લાભ મળશે. ગેલેક્સી ઈકોસિસ્ટમમાં ગેલેક્સી AIનું વ્યાપક ઈન્ટીગ્રેશન AI- સપોર્ટેડ મોડેલો પર રોજબરોજનાં કામોમાં આસાન ઉપભોક્તા અનુભવ અભિમુખ પણ બનાવશે, જે કાર્યક્ષમતાને નવી સપાટી પર લઈ જશે.
સર્કલ ટુ સર્ચ ગૂગલ સાથે તમે તમારા ડિસ્પ્લેની કોઈ પણ ઈમેજ પર ફક્ત સર્કલ, હાઈલાઈટ અથવા ટેપ કરશો ત્યારે ઈનસાઈટફુલ, ઉચ્ચ ગુણવત્તાનાં સર્ચ રિઝલ્ટ્સ ઊપજાવે છે.
લાઈવ ટ્રાન્સલેટ ફોન કોલ્સનું બે માર્ગી, અસલ સમયનો અવાજ અને ટેક્સ્ટનો તરજુમો કરે છે, જેથી પ્રવાસ દરમિયાન રિઝર્વેશન્સ કરવાનું અને તમારાં દાદા- દાદી કે નાના- નાની સાથે તેમની વતનની ભાષામાં ચેટ કરવાનું વધુ આસાન બનાવે છે.
નોટ આસિસ્ટ AI-જનરેટેડ સમરીઝ, પ્રી-ફોર્મેટેડ ટેમ્પ્લેટ્સ અને કવર પેજીસ ઊપજાવે છે, જે તમારી રોજબરોજની ઉત્પાદકતાને વધારે છે.
ચેટ આસિસ્ટ સંદેશવ્યવહાર સહ-કર્મચારીને સૌજન્યશીલ સંદેશ હોય કે સોશિયલ મિડિયા કેપ્શન માટે ટૂંકું ધ્યાનાકર્ષક વાક્ય હોય, તેના હેતુ અનુસાર હોય તેની ખાતરી રાખવા કોન્ટેક્સ્ટ- અવેર સૂચનો ઊપજાવીને વાર્તાલાપનો ટોન પરફેક્ટ કરવામાં મદદ કરે છે.
ઈન્ટરપ્રીટર યુઝર- ફ્રેન્ડ્લી સ્પ્લિટ- સ્ક્રીન વ્યુ થકી લાઈવ વાર્તાલાપોનો તુરંત તરજુમો કરે છે, જેથી એકબીજાથી વિરુદ્ધ ઊભેલા લોકો અન્ય વ્યક્તિ શું બોલે છે તેના ટેક્સ્ટનો તરજુમો વાંચી શકે છે.
ટ્રાન્સસ્ક્રિપ્ટ આસિસ્ટ AI અને સ્પીચ-ટુ-ટેક્સ્ટ ટેકનોલોજી વોઈસ રેકોર્ડિંગ્સ ટ્રાન્સસ્ક્રાઈબ, સમરાઈઝ અને ટ્રાન્સલેટ પણ કરે છે.
બ્રાઉઝિંગ આસિસ્ટ નવા લેખો અથવા વેબ પેજીસનો સારાંશ ઊપજાવીને સમય બચાવવા સાથે દુનિયાભરમાં જે બનતું હોય તેની સાથે અવગત રહેવામાં તમને મદદ કરે છે.
જનરેટિવ એડિટ તમને ફોટો લીધા પછી પણ પોઝિશન રિસાઈઝ કરવાની અને ઓબ્જેક્ટ્સ એલાઈન કરવાની વધુ ક્રિયેટિવ આઝાદી આપે છે.
એડિટ સજેશન તમને તમારો પોતાનો પર્સનલ ફોટો એડિટર આપે છે, જે દરેક ફોટો માટે ઉત્તમ અનુકૂળ ટ્વીક્સ સૂચવવા માટે AIનો ઉપયોગ કરે છે.
ગ્રાહકો ફક્ત INR 99999ની અસરકારક કિંમતે ગેલેક્સી S23 અલ્ટ્રા ખરીદી શકે છે, જેમાં INR 5000નું એચડીએફસી બેન્કનું કેશબેક અને INR 5000 વધારાના અપગ્રેડ બોનસનો સમાવેશ થાય છે. ગેલેક્સી S23 INR 5000ના એચડીએફસી બેન્ક કેશબેક સાથે અને INR 4000ના વધારાના અપગ્રેડ બોનસ સાથે INR 55999ની અસરકારક કિંમતે ઉપલબ્ધ છે. આ જ રીતે ગેલેક્સી S23 FE હવે INR 5000ના એચડીએફસી બેન્ક કેશબેક અને INR. 5000ના વધારાના અપગ્રેડ બોનસ સાથે ફક્ત INR 44999માં ઉપલબ્ધ થશે.
ગેલેક્સી Z Fold5 INR 138999ની અસરકારક કિંમતે મળશે, જેમાં INR 7000નું એચડીએફસી બેન્ક કેશબેક અને INR 9000નો વધારાનો અપગ્રેડ બોનસ સમાવિષ્ટ છે. ગેલેક્સી Flip5 હવે INR 7000ના એચડીએફસી બેન્ક કેશબેક અને INR 7000ના અપગ્રેડ બોનસ સાથે INR 85999ની અસરકારક કિંમતે વસાવી શકાશે.
ગેલેક્સી ટેબ S9 સિરીઝ હવે INR 60999ની અસરકારક આરંભિક કિંમતે મળશે, જેમાં INR 9000નું એચડીએફસી બેન્ક કેશબેક અને INR 3000ના વધારાના અપગ્રેડ બોનસનો સમાવેશ થાય છે.
ગ્રાહકો હવે સેમસંગ ફાઈનાન્સ+ થકી માસિક ફક્ત INR 2292થી શરૂ થતા ઈએમઆઈ સાથે અથવા 24 મહિના સુધી નો-કોસ્ટ ઈએમઆઈ સાથે સર્વ અગ્રણી એનબીએફસી ભાગીદારો પાસે ગેલેક્સી AI ફીચર અનુભવી શકે છે.