બિઝનેસ

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S25 એજ માટે પ્રી-ઓર્ડર જાહેર

ગુરુગ્રામ, ભારત, 19 મે, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે સૌથી સ્લિમ ગેલેક્સી S સિરીઝ સ્માર્ટફોન તેની શ્રેણીમાં વ્યાખ્યા કરતી ગેલેક્સી S25 એજ માટે પ્રી-ઓર્ડર ખોલ્યા હતા. મનમાં સ્ટાઈલ અને સ્ટ્રેન્ગ્ધ સાથે ઘડવામાં આવેલા ગેલેક્સી S25 એજ સ્થિતિસ્થાપક ટાઈટેનિયમ બોડીમાં પ્રીમિયમ, પ્રો-લેવલ પરફોર્મન્સનું નવું સંતુલન દર્શાવે છે. ગેલેક્સી S25 એજ S સિરીઝના વારસાને સાર્થક કરીને આઈકોનિક ગેલેક્સી AI- એનેબલ્ડ કેમેરાને ઈન્ટીગ્રેટ કરે છે અને સહજતાથી પોર્ટેબલ ડિવાઈસમાં ક્રિયાત્મકતાની નવી ક્ષિતિજ ઉજાગર કરે છે.

અપવાદાત્મક રીતે સ્લીક અને સ્ટ્રોંગ ડિઝાઈન

પાતળી 5.8mm ચેસિસ સાથે ગેલેક્સી S25 એજ એન્જિનિયરિંગની નોંધપાત્ર સિદ્ધિ છે, જે સ્માર્ટફોન ડિઝાઈનના લગભગ દરેક તત્ત્વની નવી કલ્પના કરે છે. તેનું રિફાઈન્ડ ફ્રેમ ફક્ત 163 ગ્રામમાં ફોર્મ અને ફંકશન વચ્ચેનું અંતર દૂર કરીને ગેલેક્સી S સિરીઝની યુનિફાઈડ ડિઝાઈનને સાર્થક કરતાં સ્લિમ સ્માર્ટફોનને નવી ઊંચાઈએ લઈ જાય છે.

તેના સ્ટ્રીમલાઈન્ડ સિલ્હટ સાથે અપવાદાત્મક સ્થિતિસ્થાપકતા આવે છે. મહત્તમ કર્વ્ડ ધાર અને મજબૂત ટાઈટેનિયમ ફ્રેમ રોજબરોજના ઉપયોગ માટે મજબૂત રક્ષણ આપે છે. નવીનતમ Corning® Gorilla® Glass Ceramic 2, નવું ગ્લાસ સેરામિક એન્જિનિયર્ડ સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે છે, જે ગેલેક્સી S25 એજ પર ફ્રન્ટ ડિસ્પ્લે માટે ઉપયોગ કરાય છે.

પોકેટેબલ 200MP કેમેરા સાથે ડાયનેમિક ક્રિયેટિવિટી

ગેલેક્સી S25ની સ્લિમ અને લાઈટ ડિઝાઈન તેને અવિસ્મરણીય અવસરો મઢી લેવાનું અને કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ તેમની ક્રિયેટિવિટી વ્યક્ત કરવા ઉપભોક્તાઓ માટે અગાઉ કરતાં વધુ આસાન બનાવે છે. 200MP વાઈડ લેન્સે ગેલેક્સી S સિરીઝનો આઈકોનિક કેમેરા અનુભવ જાળવી રાખ્યો છે, જ્યારે લાર્જ પિક્સેલ આકાર સાથે એકદમ ક્લિયર શોટ્સ જાળવી રાખ્યા છે, જે ઓછા પ્રકાશના વાતાવરણમાં લગભગ 40% સુધારિત બ્રાઈટનેસ સાથે ઈમેજીસ મઢી લે છે. 12MP અલ્ટ્રા- વાઈડ સેન્સરમાં ઓટોફોકસ છે, જે વધુ ક્રિયેટિવ ફ્લેક્સિબિલિટી માટે ક્રિસ્પ, ડિટેઈલ્ડ મેક્રો ફોટોગ્રાફીને પાવર આપે છે.

ગેલેક્સી S25 એજને તે જ પ્રોવિઝ્યુઅલ એન્જિનમાંથી લાભ મેળવે છે, જે પ્રી-ગ્રેડ બહેતરીઓ સાથે ગેલેક્સી S25 માટે ઓપ્ટિમાઈઝ્ડ કરાયા છે, જેમ કે, પોર્ટ્રેઈટ્સમાં કપડાં અથવા છોડવાં માટે શાર્પ ડિટેઈલ્સ અને નૈસર્ગિક, ટ્રુ-ટુ-લાઈફ સ્કિન ટોન માટે શાર્પ ડિટેઈલ્સની ખાતરી રાખે છે. ફેન- ફેવરીટ્સ, જેમ કે, ઓડિયો ઈરેઝર અને ડ્રોઈંગ આસિસ્ટ સહિત ગેલેક્સી AI-પાવર્ડ એડિટિંગ ફીચર્સ ગેલેક્સી S25 સિરીઝમાંથી લાવવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button