બિઝનેસ

સેમસંગ દ્વારા રૂ. 17,999માં ગેલેક્સી A15 5Gનું નવું મેમરી વેરિયન્ટ જાહેર

સુરતઃ ભારતની વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે રૂ. 16,499ની આકર્ષક કિંમતે ગેલેક્સી A15 5Gનો નવો સ્ટોરેજ પ્રકાર 6GB+128GB લોન્ચ કર્યાની ઘોષણા કરી છે. નવો સ્ટોરેજ પ્રકારનો ઉમેરો ગેલેક્સી  A15 5G ખરીદી કરવા માગતા ગ્રાહકોને વધુ પસંદગી આપે છે. સ્માર્ટફોન હાલમાં 8GB+256GB અને 8GB+128GB સ્ટોરેજ પ્રકારમાં ઉપલબ્ધ છે અને ત્રણ તાજગીપૂર્ણ રંગ બ્લુ બ્લેક, બ્લુ અને લાઈટ બ્લુમાં આવે છે.

ગેલેક્સી A15 5G 2023 માટે ભારતના નં. વેચાયેલા 5G સ્માર્ટફોન ગેલેક્સી A14 5Gના પુરોગામી છે, એમ કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ જણાવે છે અને પરિવર્તનકારી નવીનતાઓ કિફાયતી કિંમતે આપવાની સેમસંગની શક્તિ દર્શાવે છે, જે તેમને ભારતમાં લાખ્ખો ગ્રાહકોની પ્રથમ પસંદગી બનાવે છે.

ગેલેક્સી A15 5Gમાં હેઝ ફિનિશમાં ગ્લાસ્ટિક બેક પેનલ સાથે પ્રીમિયમ ફીલ માટે ગેલેક્સીની સિગ્નેચર ડિઝાઈન ફિલોસોફી છે. સાઈડ પેનલ પર મુખ્ય કી આઈલેન્ડ ડિઝાઈન અને ફ્લેટ લાઈનિયર કેમેરા હાઉસિંગ બહેતર પકડ માટે અજોડ સિલ્હટ નિર્માણ કરે છે. ગેલેક્સી A15 5Gમાં 6.5-ઈંચ સુપર AMOLED ડિસ્પ્લે છે, જે વિઝન બૂસ્ટર સાથે 90Hz રિફ્રેશ રેટ સાથે સ્મૂધ, બ્રાઈટ અને વૈવિધ્યપૂર્ણ જોવાનો અનુભવ નિર્માણ કરે છે અને આંખોને આરામ આપવા માટે લો બ્લુ લાઈટ ડિસ્પ્લે ધરાવે છે.

ગેલેક્સી A15 5Gમાં અસ્થિર કે હાલકડોલક મુવમેન્ટ્સમાંથી વિડિયોમાં ઝાંખપ અથવા વિચલિતતા ઓછી કરવા માટે VDIS સાથે 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે પ્રોફાઈલ માટે ઉત્તમ સેલ્ફીઓ માટે 13MP ફ્રન્ટ કેમેરા છે.

ગેલેક્સી A15 5G Knox સિક્યુરિટી પ્લેટફોર્મ સાથે આવે છે, જે યુઝર્સને ઓટો બ્લોકર, પ્રાઈવસી ડેશબોર્ડ, સેમસંગ પાસકી અને અન્ય જેવી ફીચર્સ સાથે તેમના ડેટાને સંપૂર્ણ કંટ્રોલ મળે તેની ખાતરી રાખે છે. ડિવાઈસમાં Knox વોલ્ટ ચિપસેટ છે, જે ચિપ લેવલે નિર્માણ કરાયું છે અને તમારા સંવેદનશીલ ડેટા, જેમ કે, પિન, પાસવર્ડ એ પેટર્નનું રક્ષણ કરે છે. સોફ્ટવેર અને હાર્ડવેરના ખતરા સામે રક્ષણ માટે અલગ ચેડારહિત સંગ્રહ છે. ઉત્કૃષ્ટ પ્રાઈવસી અને સિક્યુરિટી ફીચર્સથી સમૃદ્ધ ગેલેક્સી A15 5G OS અપગ્રેડ્સની 4 પેઢીઓ સુધી અને સિક્યુરિટી અપડેટ્સના 5 વર્ષ સુધી ભાવિ તૈયાર રહે તે માટે ઘડવામાં આવ્યા છે.

ગેલેક્સી A15 5G વોઈસ ફોકસ જેવા ઈનોવેશન્સ સાતે ગ્રાહકોના અનુભવમાં નવો દાખલો બેસાડે છે, જે અત્યંત અદભુત કોલિંગ અનુભવ માટે એમ્બિયન્ટ નોઈઝને કાપે છે ગેલેક્સી A15 5G ઘણા બધા આકર્ષક ફીચર્સ સાથે આવે છે, જે ગેલેક્સીના અનુભવને નવી ઊંચાઈએ લઈ જાય છે. ક્લિક શેર ફીચરથી યુઝર્સ તુરંત ફાઈલ્સ, ફોટો અને ડોક્યુમેન્ટ્સ તમારા લેપટોપ અને ટેબ, એકદમ દૂરનાં ડિવાઈસીસ અને ગોપનીય રીતે સહિત કોઈ પણ અન્ય ડિવાઈસ પર શેર કરી શકે છે.

ગેલેક્સી A15 5G માં સેમસંગ વોલેટ પણ છે, જે ગ્રાહકોને IDs સંગ્રહ કરવાની અનુકૂળતા આપે છે અને પેમેન્ટ્સની સુવિધામાં નવો દાખલો બેસાડે છે. ગેલેક્સી A15 5G MediaTek ડાયમેન્સિટી 6100+ પ્રોસેસર દ્વારા પાવર્ડ છે અને સહજ મલ્ટીટાસ્કિંગ અનુભવ માટે વધુ પાવર અને સ્પીડ આપે છે. ગેલેક્સી A15 5Gમાં 5000mAh બેટરી આવે છે, જે બે દિવસ સુધી ટકે છે અને 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને એડપ્ટિવ વીજ બચત મોડ સાથે સુસજ્જ છે, જે મહત્તમ વીજ બચતની ખાતરી રાખવા માટે તમારા યુસેજને આપોઆપ અપનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button