સેમસંગ દ્વારા Samsung.com, સેમસંગ શોપ એપ અને સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ પર મેગા ઓફર્સ સાથે હોલી સેલની ઘોષણા
સેમસંગ ગેલેક્સી ટેબ્લેટ્સ, એસેસરીઝ અને વેરેબલ્સ 55 ટકા સુધી છૂટ સાથે મળશે
સુરત: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ગેલેક્સી, સ્માર્ટફોન્સ, લેપટોપ્સ, ટેબ્લેટ્સ, એસેસરીઝ અને વેરેબલ્સ, સેમસંગ ટીવી અને અન્ય ડિજિટલ એપ્લાયન્સીસ જેવી સેમસંગ પ્રોડક્ટોના પ્રકારો પર બમ્પર ઓફર્સ અને કેશબેક સાથે તેનું ખાસ હોળી સેલ રજૂ કર્યું છે. આ ઓફરો Samsung.com, સેમસંગ શોપ એપ અને સેમસંગ એક્સકલુઝિવ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. ગ્રાહકોને અગ્રણી બેન્કનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડસ પર 22.5 ટકા કેશબેક (રૂ. 25,000 સુધી) મળશે.
15મી માર્ચથી શરૂ થનારું હોળી સેલ 26મી માર્ચ સુધી ચાલશે, જેમાં ગેલેક્સી S સિરીઝ, ગેલેક્સી A સિરીઝના ચુનંદા મોડેલો તેમ જ ગેલેક્સી Z સિરીઝના ફ્લેગશિપ મોડેલો 60 ટકા સુધી છૂટમાં મળશે. ગ્રાહકો ગેલેક્સી બુક4 360, ગેલેક્સી બુક4 Pro, ગેલેક્સી બુક4 Pro 360, ગેલેક્સી બુક Go, ગેલેક્સી બુક3 અલ્ટ્રા અને ગેલેક્સી બુક3 જેવાં ગેલેક્સી લેપટોપ્સની ખરીદી પર 45 ટકા સુધી છૂટ પણ મેળવી શકશે. ગ્રાહક ગેલેક્સી ટેબ્લેટ્સ, વેરેબલ્સ અને એસેસરીઝનાં ચુનંદાં મોડેલો ખરીદી કરે તો 55 ટકા સુધી છૂટ મળી શકશે.
ગ્રાહકો સેમસંગ ટેલિવિઝનનાં પ્રીમિયમ અને લાઈફસ્ટાઈલ મોડેલો ખરીદી કરશે તેમને રૂ. 15,250 સુધી વધારાના એક્સચેન્જ લાભો સાથે 48 ટકા સુધી છૂટ મળશે. ગ્રાહકો નિયો QLEDનાં ચુનંદાં મોડેલો ખરીદી કરશે તેમને 50″ના સેરિફ ટેલિવિઝનની વિશેષ ભેટ ખાતરીદાયક રીતે મળશે.
સેલ દરમિયાન ગ્રાહકો રેફ્રિજરેટર જેવાં સેમસંગ ડિજિટલ એપ્લાયન્સીસ ખરીદી કરે તેમને ચુનંદાં મોડેલો પર 49 ટકા સુધી છૂટ મળશે અને રૂ. 15,125 સુધી એક્સચેન્જ લાભો પણ મળી શકશે. સેમસંગ વિંડફ્રીTM એસીનાં ચુનંદાં મોડેલોમાં બે કે વધુ એસી ખરીદી કરવા પર વધારાની 5 ટકા છૂટ સાથે 39 ટકા સુધી છૂટ મળશે. ફેસ્ટિવ સેલ ઓફર હેઠળ ગ્રાહકો રૂ. 1415 મૂલ્યનું મફત ઈન્સ્ટોલેશન પણ મેળવી શકશે. ગ્રાહકો ફુલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન્સની ઈકોબબલTM રેન્જનાં ચુનંદાં મોડેલો ખરીદી કરે તેમને રૂ. 15,125 સુધી એક્સચેન્જ લાભો સાથે 50 ટકા સુધી છૂટ મળશે.
28 લિટર સ્લિમફ્રાય માઈક્રોવેવ અને 32 લિટર વાય-ફાય એનેબલ્ડ બીસ્પોક માઈક્રોવેવ જેવાં માઈક્રોવેવ્ઝની ખરીદી પર ગ્રાહકો 45 ટકા સુધી છૂટ મેળવી શકે છે. સ્માર્ટ મોનિટર્સ અને ગેમિંગ મોનિટર્સની ખરીદી પર ગ્રાહકો 20 ટકા સુધી બેન્ક કેશબેક અને રૂ. 3000 સુધી કાર્ટ ડિસ્કાઉન્ટ સાથે 59 ટકા સુધી છૂટ મેળવી શકે છે.
સેમસંગ ડિજિટલ એપ્લાયન્સીસની વ્યાપક શ્રેણી પર આવી આકર્ષક ઓફર્સ સાથે આ હોળી સેલ ગ્રાહકોને તેમના તહેવારમાં રંગનો ઉમેરો કરવા સાથે અત્યાધુનિક ટેકનોલોજી સાથે તેમનું રોજબરોજનું જીવન નવી ઊંચાઈએ લઈ જવાની પણ તક આપશે. તો આ હોળીની મોસમમાં નાવીન્યતા અને ઉજવણીના ઉત્તમ સંમિશ્રણને ઘરે લાવવા આ ખાસ ડીલ્સ ચૂકશો નહીં.!