સેમસંગ દ્વારા ભારતમાં આઝાદી દિવસની ઉજવણી કરવા માટે વિઝન AI ટીવી પર બ્લોકબસ્ટર ડીલ્સ સાથે ‘બિગ સેલિબ્રેશન, બિગર સ્ક્રીન’ની ઘોષણા

ગુરુગ્રામ, ભારત, 5 ઓગસ્ટ, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આઝાદી દિવસના જોશની ઉજવણી કરવા માટે તેની રાષ્ટ્રવ્યાપી ‘બિગ સેલિબ્રેશન, બિગર સ્ક્રીન’ કેમ્પેઈનની ઘોષણા કરાઈ છે. આ ઝુંબેશ 1લી ઓગસ્ટથી 31મી ઓગસ્ટ, 2025 સુધી ચાલશે, જે રિટેઈલ સ્ટોર્સ અને ઓનલાઈન મંચો પર ગ્રાહકોને સેમસંગના વિઝન AI બિગ ટીવી પર આકર્ષક ડીલ્સ સાથે તેમના મનોરંજનના અનુભવને અપગ્રેડ કરવાની તક આપે છે. સેમસંગના વિઝન AI દ્વારા પાવર્ડ આ ટીવી ઉપભોક્તાઓની અગ્રતા માટે તૈયાર કરાયેલા ઈન્ટેલિજન્ટ પિક્ચર, સાઉન્ડ અને કન્ટેન્ટ મહત્તમીકરણ સાથે રિફાઈન્ડ અને રોમાંચક હોમ એન્ટરટેઈનમેન્ટ અનુભવ પ્રદાન કરે છે.
વર્ષોનાં વહાણાં વીતવા સાથે સેમસંગે ફેસ્ટિવ શોપિંહને તેના ગ્રાહકો માટે વધુ પુરસ્કૃત બનાવીને આ દિશામાં પહેલ કરી છે. પ્રમોશનના ભાગરૂપે ગ્રાહકો સેમસંગ નિયો QLED, OLED, QLED અને ક્રિસ્ટલ 4K UHD ટીવીના ચુનંદા 55 ઈંચ અને વધુના મોડેલોની ખરીદી કરવા પર રૂ. 93,000 સુધી મલ્યના કોમ્પ્લિમેન્ટરી સાઉન્ડબાર અને રૂ. 2,05,000 સુધી મૂલ્યનું ટીવી પણ પ્રાપ્ત કરશે. આ ઓફરો અત્યાધુનિક ટેકનોલોજી, રોમાંચક વ્યુઈંગ અને બેજોડ મૂલ્ય પ્રદાન કરવા માટે સેમસંગની એકધારી કટિબદ્ધતાના ભાગરૂપ છે, જે તેને લાર્જર- ધેન- લાઈફ અનુભવ ઘરે લાવવાનું પરિવારો માટે ઉત્તમ સમય બનાવે છે.
આ કેમ્પેઈન પર બોલતાં સેમસંગ ઈન્ડિયાના વિઝ્યુઅલ ડિસ્પ્લે બિઝનેસના સિનિયર ડાયરેક્ટર અને હેડ વિપલેશ ડાંગે જણાવ્યું હતું કે, “આઝાદી દિવસ પરિવારો માટે એકત્ર આવવાનો અને ભારતને ખરા અર્થમાં અદભુત બનાવે તેની ઉજવણી કરવાનો સમય હોય છે. ‘બિગ સેલિબ્રેશન, બિગર સ્ક્રીન’ ઓફર સાથે અમે પરિવારોને રોમાંચક પિક્ચર ગુણવત્તા, સિનેમાટિક સાઉન્ડ અને સેમસંગ વિઝન AI દ્વારા પાવર્ડ જ્ઞાનાકાર ફીચર્સ પ્રદાન કરતાં સેમસંગનાં AI-પાવર્ડ બિગ ટીવી અપગ્રેડ કરવા માટે પરિવારોને અભિમુખ બનવાની આ સમયને વધુ વિશેષ બનાવવા માગીએ છીએ. અમે બજારમાં ઈનોવેશનમાં આગેવાની કરવાનું ચાલુ લાખ્યું છે તેની સાથે અમારી પ્રીમિયમ ટેકનોલોજી વધુ પહોંચક્ષમ બનાવવા અને દેશભરના ગ્રાહકો માટે AI વ્યુઈંગ અનુભવની વ્યાપ્તિ વધારવા માટે કટિબદ્ધ છીએ.”
અપગ્રેડને વધુ કિફાયતી બનાવવા માટે સેમસંગે આ કેમ્પેઈન હેઠળ મજબૂત ફાઈનાન્સ પરિમાણ રજૂ કર્યું છે. ગ્રાહક ચુનંદાં 55 ઈંચ અને વધુનાં ટીવી પર ફક્ત રૂ. 2990થી શરૂ થતા સરળ ઈએમઆઈ અને 30 મહિના સુધીની લાંબી મુદત યોજનાઓ ઉપલબ્ધ કરી શકે છે, જે તેને બાંધછોડ વિના અપગ્રેડ કરવાનું આસાન બનાવે છે. ઉપરાંત સેમસંગ દ્વારા સેમસંગ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડસ થકી લેણદેણ કરતા ગ્રાહકો માટે ખાસ 10 ટકા વધારાના કેશબેક સાથે ઘણી બધી બેન્ક ભાગીદારોમાં 20 ટકા સુધી કેશબેક ઓફર કરે છે.
ગ્રાહકો કોઈ કોઈ પણ સેમસંગ રિટેઈલ આઉટલેટમાં પધારીને અથવા Samsung.comની વિઝિટ કરીને ઓફરોની સંપૂર્ણ શ્રેણી જોઈ શકે છે. ઉપભોક્તાઓ પરેડ જોતા હોય, બ્લોકબસ્ટર ફિલ્મ કે પરિવારના અવસર માટે એકત્ર આવતા હોય, હવે ઉજવણી કરવાનાં મોટાં કારણો સાથે મોટું સ્ક્રીન ઘરે લાવવાનો આ ઉત્તમ સમય છે.