બિઝનેસ

સેમસંગ એડ્સ અને કંતારનું અધ્યયન ખરીદીના હેતુને પ્રેરિત કરવામાં કનેક્ટેડ ટીવીની વધતી ભૂમિકા આલેખિત કરે છે

ગુરુગ્રામ, ભારત, 21 જુલાઈ, 2025 – સેમસંગ એડ્સ દ્વારા કંતાર સાથે સહયોગમાં બિયોન્ડ અવેરનેસ નામે પથદર્શક વ્હાઈટપેપર રજૂ કરવામાં આવ્યો છે, જેનું લક્ષ્ય મહત્ત્વપૂર્ણ બ્રાન્ડ કેપીઆઈ પ્રેરિત કરવામાં કનેક્ટેડ ટીવી (સીટીવી) એડવર્ટાઈઝિંગ ઈકોસિસ્ટમની ભૂમિકા સ્થાપિત કરવાનું છે. આ અધ્યયન કનેક્ટેડ ટીવી બ્રાન્ડની તરફેણ અને ખરીદીહેતુ કઈ રીતે પ્રેરિત કરે છે તેનો સ્પષ્ટ પુરાવો જાહેરદારોને પ્રકદાન કરીને મધ્યમથી નીચા ફનેલ મેટ્રિક્સમાં મજબૂત, ડેટા પ્રેરિત ઈનસાઈટ્સ પ્રદાન કરવા ઓઈએમ કનેક્ટેડ ટીવી ખેલાડીઓ તરફથી પ્રથમ છે.

અધ્યયનમાં વિવિધ ઉદ્યોગો અને જનસંખ્યામાં સેમસંગ સ્માર્ટ ટીવી પર કેમ્પેઈનો માટે કંતાર દ્વારા હાથ ધરાયેલા 100થી વધુ બ્રાન્ડ લિફ્ટ અધ્યયનોનું વિશ્લેષણ કરાયું હતું. કંતાર પાસેથી સ્વતંત્ર પ્રમાણીકરણ સાથે સંશોધન કનેક્ટેડ ટીવીમાં રોકાણ કરવા જાહેરદારોમાં અભૂતપૂર્વ સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ લાવે છે. કેમ્પેઈનનું આકલન બ્રાન્ડની તરફેણ, મેસેજ એસોસિયેશન, ઓનલાઈન એડ જાગૃતિ અને ખરીદી હેતુ સહિત બ્રાન્ડ લિફ્ટ મેટ્રિક્સનો ઉપયોગ થકી કરાયું હતું, જેણે અસલ ગ્રાહક વર્તનને પ્રભાવિત કરવામાં કનેક્ટેડ ટીવીની શક્તિની સ્પષ્ટ તસવીર પૂરી પાડે છે.

આ વિશે ઈનસાઈટ્સ આપતાં સેમસંગ એડ્સ ઈન્ડિયાના ઈનસાઈટ્સ અને ક્લાયન્ટ સોલ્યુશન્સનાં હેડ ભાવના સેંચેરે જણાવ્યું હતું કે, “’બિયોંગ અવેરનેસ’ અધ્યયન મોટા પડદા પર તેમના દર્શકો સાથે સહભાગી કરીને બ્રાન્ડ્સ માટે દ્રષ્ટિગોચરતા વધારવા અને હકારાત્મક પરિણામો ઊપજાવવા સાથે જાગૃતિ અને વિચારણા પ્રેરિત કરવા માટે મહત્ત્વપૂર્ણ ટચ પોઈન્ટ તરીકે કનેક્ટેડ ટીવીના વધતા મહત્ત્વ પર ભાર આપે છે. મને વિસ્વાસ છે કે જેન ઝેડનો ઉચ્ચ સહભાગ ડિજિટલી- નેટિવ, નિર્ણય સુસજ્જ દર્શકો સાથે પ્રભાવ ચાહતી બ્રાન્ડ્સ માટે મોટી તકનો સંકેત આપે છે.’’

સંશોધન એ પણ આલેખિત કરે છે કે સેમસંગ સ્માર્ટ ટીવી પર જાહેરાતોને સન્મુખ દર્શકોમાં જેન ઝેડ (18-24 વાય.ઓ.)એ મુખ્ય મેટ્રિક્સમાં સર્વોચ્ચ વધારો દર્શાવ્યો છે, જેમ કે, બ્રાન્ડની તરફેણમાં 9.1 ટકા અને ખરીદી હેતુમાં 8.5 ટકાનો સમાવેશ થાય છે. આ તેમનો મજબૂત સહભાગ અને પ્રતિસાદાત્મકતા દર્શાવે છે,સ જે તેમને કનેક્ટેડ ટીવી ઈકોસિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ દર્શક વર્ગ બનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button