સુરત

ભટલાઈની સહેલીઓના સખી મંડળને મળ્યો અદાણી ફાઉન્ડેશનનો સહયોગ

હજીરા, સુરત : વર્ષ ૨૦૧૪માં શરૂ થયેલું સહેલી સખી મંડળ સાત વર્ષ સુધી માત્ર બચતની પ્રવૃતિ કરતું હતું. મંડળની બહેનો ઉત્સાહી અને એમણે ભેગા મળી કશુંક નવું કરવું હતું. અદાણી ફાઉન્ડેશન, હજીરાની ટીમ સાથે એમની મુલાકાત થઈ. બહેનોની ઈચ્છા જાણી શું કામ કરી શકે એ જાણ્યું અને એમને પૂરતા સહયોગની ખાતરી આપી. અદાણી ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં આ બહેનોને સૌપ્રથમ ૫૦ ડિશ બનાવવાનો ઓર્ડર આપ્યો. સહેલી સખી મંડળ, ભટલાઈની બહેનો દ્વારા બનાવેલી રસોઈ સૌને ખૂબ ગમી. બસ પછી શું ધીમે ધીમે આ બહેનોને ગામના અને આસપાસના બીજા ઓર્ડર મળવા લાગ્યા. હજીરા વિસ્તારની વિવિધ કંપની પણ આ બહેનો પાસે રસોઈ કરાવે છે. હવે તો ભટલાઇની આસપાસ જો ૩૦૦ થી ૫૦૦ માણસોની રસોઈનો ઓર્ડર હોય તો એ સહેલી સખી મંડળને જ મળે છે. મહિને એક બે ઓર્ડરથી શરૂ થયેલી કેટરિંગ સેવા હવે મહિને ૨૦થી વધુ ઓર્ડર સુધી પહોચી છે. મંડળની બહેનો કામ કરે છે, આવક મેળવે છે અને પગભર થઈ રહી છે.

શરૂઆતની તકલીફો સામે ડગયા વિના આ બહેનો લાગી રહી. અદાણી ફાઉન્ડેશન દ્વારા એમને આર્થિકની સાથે એમને કામ મળે એ માટે સેતુનું કામ પણ કર્યું. આજે યોજાયેલા મહિલા દિવસના કાર્યક્રમમાં સહેલી સખી મંડળ, ભટલાઇની બહેનોને જરૂરી વાસણનો સહયોગ અદાણી ફાઉન્ડેશન તરફથી આપવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button