સુરત

સચિન જીઆઈડીસીમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ કો. સોસાયટી એસોસીએશન બિલ્ડીંગનું ખાતમૂહૂર્ત કરાયું

ઓફિસ બિલ્ડીંગને કોર્પોરેટ લૂક આપવામાં આવશે

સુરતઃ અયોધ્યા માં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાતમાં બીજા ક્રમે આવનારી સચિન જીઆઈડીસીમાં 2250 પ્લોટ હોલ્ડર્સ ઉદ્યોગકારોના સહકારથી ચોર્યાસી ધારાસભ્ય સંદિપ દેસાઈ હસ્તે એસોસીએશન બિલ્ડીંગનું ખાતમૂહૂર્ત કાર્યક્રમ સોમવારે સવારે 10.30 કલાકે રાખવામાં આવ્યું હતું.

એસોસીએશન બિલ્ડીંગને સચિન જીઆઈડીસીના પ્લોટ નં. કે1-610/1, પાણીની ટાંકી સામે રોડ નં.6/62 જંકશન ખાતે ગ્રાઉન્ડ+2 ની ડિઝાઈન મુજબ બનાવાશે. જેમાં ગ્રાઉન્ડ ઉપર પાર્કિંગની વ્યવસ્થા સાથે રીસેપ્સન અને મેનેજરની કેબીન સહિત પ્રથમ માળે પ્રમુખની ચેમ્બર તથા બીજી ચેમ્બરો બનાવાશે જેમાં ડિરેક્ટરો બેસી શકશે. આ સિવાય એક મોટો હોલ બનાવાશે જેમાં એક સાથે 200થી વધુ લોકો બેસી શકે તેવો હોલ બનાવાશે. આ હોલમાં એજીએમ તથા બીજા ઉદ્યોગલક્ષી કાર્યક્રમો પણ કરાશે. મેઈન રોડ ઉપર બનનારા આ ઓફિસ બિલ્ડીંગને કોર્પોરેટ લૂક આપવામાં આવશે.

ચોર્યાસી ધારાસભ્ય હસ્તે ખાતમૂહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે પ્રમુખ નિલેશ લીંબાસીયાએ ચોર્યાસી ધારાસભ્યને આવકાર્યા હતાં. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સ્પીકર તરીકેનું સંચાલન ડિરેક્ટર કિશોરભાઈ પટેલએ કર્યું હતું. ઓફિસ બિલ્ડીંગ નિર્માણ કમિટીના ચેરમેન મિતુલ મહેતા અને અગ્રણી ઉદ્યોગકારોએ ધારાસભ્ય દેસાઈનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કર્યું હતું.

સચિન નોટીફાઈડ ચેરમેન અને સેક્રેટરી મયૂર ગોળવાલાએ ચોર્યાસી ધારાસભ્ય સંદિપ દેસાઈનું સ્વાગત કરી ઉદ્યોગકારોને પજવતાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અનુરોધ કર્યો હતો.

જેમાં સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારોને અલગથી વીજ સબસ્ટેશન મળે તેવી રજૂઆત કરતાં દેસાઈએ તેનું નિરાકરણ લાવવા માટે સ્થળ ઉપર જ તૈયારી બતાવી હતી. બીજી તરફ સચિન જીઆઈડીસીમાં રોડ-રસ્તા અને ગટર લાઈનની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ગોળવાલાએ રજૂઆત કરતાં કહ્યું હતું કે સચિન જીઆઈડીસીમા થનારા કામોમાં સરકાર તરફથી 40 ટકા ગ્રાન્ટ મળે તે યોગ્ય રહેશે.

ત્યારે તેના જવાબમાં ઘારાસભ્ય દેસાઈએ કહ્યું હતું કે સરકારમાંથી સચિન જીઆઈડીસીના વિકાસ માટે 40 ટકા ગ્રાન્ટ મળી રહે તેવા પ્રયાસો તેઓ કરશે. આ સિવાય એસટીપી પ્લાન્ટની વાત મૂકી હતી ત્યારે દેસાઈએ તેનું પણ નિરાકરણ લવડાવી આપવા માટેની સ્થળ ઉપર તૈયારી બતાવી હતી. ઉપસ્થિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારોએ દેસાઈને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધાં હતાં. દિવસ દરમિયાન શ્રીરામ ભજન ગવાયાં અને 11 હજાર પ્રસાદીના પેકેટોની વહેંચણી થઈ હતી.

આમ, સેક્રેટરી મયૂર ગોળવાલાની ત્રણેય રજૂઆતોને સાંભળી ધારાસભ્ય દેસાઈએ સહકાર આપવાની વાત કરી નકસો અને રજૂઆતો તૈયાર કરી તેમને પહોંચાડવા જણાવ્યું હતું. અને નજીકના દિવસોમાં લાગતા-વળગતા અધિકારીઓ સાથે સચિનના સર્કિટ હાઉસમાં ઉદ્યોગ અગ્રણીઓની હાજરીમાં મિટીંગ યોજી તેનું નિરાકરણ લાવી આપવા બાંયધરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button