રઘુવીર બિઝનેસ પાર્કમાં આવેલા સ્પામાંથી પોલીસના નામે રૂ.30 હજારનો તોડ
ઉમરામાં સ્પા માલિકે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી
ગોડાદરા આસપાસ મંગલ પાંડે હોલ ની પાછળ રહેતા અમિતકુમાર રવિન્દ્ર મહેશભાઈ રાય ડુમ્મસ પ્રાઈમ શોપરસની સામે રઘુવીર બિઝનેસ પાર્ક માં બીજા માળે એમબી નામે સ્પા પાર્લર ચલાવે છે. અમિત કુમારે વરાછા મારુતિ ચોક પરિમલ સોસાયટીમાં રહેતા માયા ભગો મહીડા, સપના સોસાયટીમાં રહેતા ચિરાગ હિંમત સરવૈયા, નાનપુરામાં રહેતા રિદ્ધિબેન, કામરેજ નંડછડ ગામમાં રહેતા પંકજ અને રીદ્ધીબેન સાથે આવેલ એક છોકરા વિરોધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે આજથી સાત દિવસ પહેલા માયા મહિડા પંકજ નામના ઈસમ સાથે બપોરના અરસામાં અમિત કુમાર ના મામા આવ્યા હતા અને ગુજરાત પોલીસ નું આઇકાર્ડ બતાવી પોતે ઉમરા પોલીસ સ્ટેશન થી આવતો હોવાનો દૂર કરી અમિત કુમાર ના તે દિવસના ધંધાનો રૂપિયા 30000 લઈ ગયા હતા
ત્યાર બાદ ગઈકાલે ફરી બપોરના અરસામાં માયાભાઈ તેની સાથે ચિરાગ તેમજ સરવૈયા અને રિદ્ધિ બેન તેમજ એક છોકરો સ્પામ આવ્યા હતા અને ફરીથી અમિત કુમાર પાસેથી પૈસાની માગણી કરી હતી જેથી તેઓએ આપવાની ના પાડતાં આરોપીઓએ ના-લાયક ગંદી ગાળો બોલી હમ તુજે યહા જિંદા નહીં રહને દેગે તેવી ધમકી આપી હતી અને ધીકમુક્કીનો માર માર્યો હતો અને ત્યાંથી ભાગી છૂટયા હતા. આ અંગે અમિત કુમારે આચાર્ય વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તેમની સામે બળજબરી પૈસા કઢાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે