બિઝનેસ

રોહા ડાઈકેમે વડોદરાની ફૂડ પ્રોસેસીંગ કંપની સરાફ ફૂડ્ઝ હસ્તગત કરી

વડોદરા, ફૂડ કલર અને ઈન્ગ્રેડીયન્ટસ ઉદ્યોગમાં સૌથી મોટી કંપનીઓમાંની એક રોહા ડાઈકેમે, ફ્રીઝ-ડ્રાઈંગ સ્પેશ્યાલિસ્ટ ફૂડ પ્રોસેસીંગ કંપની અને અમેરિકા, યુરોપ તથા લેટીન અમેરિકાના વૈશ્વિક બજારોમાં નોંધપાત્ર હાજરી ધરાવતી વડોદરાની સરાફ ફૂડઝ લિમિટેડ હસ્તગત કરી છે.

ફ્રીઝ ડ્રાઈંગ કંપની તરીકે શરૂઆત કરનાર સરાફ ફૂડ્ઝે ઈન્ડિવિડ્યુલ ક્વિક ફ્રીઝીંગ (IQF) ક્ષેત્રે બેકવર્ડ ઈન્ટીગ્રેશન કરીને તથા એર ડ્રાઈંગ ક્ષેત્રે વિવિધિકરણ કરીને પોતાની બ્રાન્ડ વેક્યુમ ફ્રીઝ-ડ્રાઈડ સ્નેક્સ (HALO) રજૂ કરી હતી.

રોહા ડાયકેમે, સરાફ ફૂડઝનું 100 ટકા હસ્તાંતરણ કરતાં ફર્સ્ટ જનરેશન ટેકનોક્રેટ આંત્રપ્રિનિયોર સુરેશ સરાફ અને તેમનો પરિવાર આ ઉદ્યોગમાંથી બહાર નિકળી ગયા  છે.

સરાફ ફૂડઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી સુરેશ સરાફ જણાવે છે કે “અમે વર્ષ 1993માં સરાફ ફૂડઝની સ્થાપના કરીને ફ્રીઝ ડ્રાઈંગના વણખેડ્યા ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. ત્રણ દાયકામાં, કંપનીને ખૂબ જ સફળ બનાવ્યા પછી, અમને એવું લાગવા માંડ્યું કે સરાફ ફૂડઝ જે પ્રકારનો વિકાસ કરવા માટે સક્ષમ છે, તેવો વિકાસ નથી કરી રહી. ત્યારે અમે આ કંપનીનું સૌથી મોટા બિઝનેસ હાઉસને વેચાણ કર્યું છે કે જે આ બિઝનેસને વધુ ઉંચા સ્તરે લઈ જઈ શકે તેમ છે. અમે માનીએ છીએ કે રોહન ડાયકેમ, સરાફ ફૂડઝને વૃધ્ધિના નવા સ્તરે લઈ જવા માટે સુસજ્જ અને યોગ્ય બાયર છે. હું તમામ સહયોગીઓ એટલે કે અમારા ગ્રાહકો, કર્મચારીઓ, વેન્ડર્સ અને સપ્લાયર્સ કે જેમણે વિતેલા વર્ષોમાં અમારામાં મૂકેલા અવિરત વિશ્વાસ બદલ આભારી છું.”

રોહા ડાયકેમના મેનેજીંગ ડિરેક્ટર મહેશ ટીબરેવાલા જણાવે છે કે “આશરે ત્રણ દાયકા સુધી  ફ્રીઝ ડ્રાઈંગ ક્ષેત્રે સતત ધ્યાન કેન્દ્રિત કર્યા પછી સરાફ ફૂડઝ અમારા માટે એક વ્યૂહાત્મક હસ્તાંતરણ બન્યું છે અને તે અમારા ન્યૂ ફૂડઝ, ઈટાલીના સહયોગમાં મેન્યુફેક્ચરીંગ સહિતની એમવીડી અને એર-ડ્રાઈડ ટેકનોલોજી ધરાવતા ડિહાઈડ્રેટેડ વેજીટેબલ્સ અને ફ્રૂટસના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તારવામાં સહાયરૂપ બનશે. આ હસ્તાંતરણની સાથે અમે ભારતમાં ઉત્પાદન કરીશું અને અમારા ગ્રાહકોનો સમુદાય વિસ્તારી શકીશું. અમે સરાફ ફૂડઝની ટીમ સાથે કામ કરીને વૃધ્ધિ દ્વારા તેની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે આશાવાદી છીએ.”

સિંગાપુરના પ્રાઈવેટ ઈક્વિટી ફંડ ડીએસજી કન્ઝ્યુમર પાર્ટનર્સ, ડેનીશ એગ્રી-બિઝનેસ ફંડ આઈએફયુ અને યુકે સ્થિત પેડોરીયા ગ્રુપ સરાફ ફૂડઝના રોકાણકારો છે. આ રોકાણકારો પણ સરાફ ફૂડઝ અને પરિવાર સાથે કંપનીમાંથી બહાર નિકળી જશે.

આ સોદામાં  એમજીબી એડવાઈઝર્સે સલાહકાર તરીકેની ભૂમિકા બજાવી છે. વેચાણ કરનાર તથા ખરીદનારના લીગલ એડવાઈઝર તરીકેની કામગીરી જેએસએ અને પરીનામ લૉ એ બજાવી છે.

મુંબઈમાં મુખ્ય મથક ધરાવતી રોહા ડાઈકેમની ગણના ફૂડ કલર અને ઈન્ગ્રેડીયન્ટસ ઉદ્યોગની સૌથી મોટી કંપનીઓમાં થાય છે કે જે એફએમસીજી, ફાર્મા, ફૂડઝ એન્ડ બેવરેજીસ તથા ઈન્ડસ્ટ્રિયલ કલર્સ ઉદ્યોગને સર્વિસ આપી રહી છે. 22 દેશમાં હાજરી ધરાવતી રોહા ડાઈકેમ સાચા અર્થમાં એક જાયન્ટ મલ્ટીનેશનલ કંપની છે.

વડોદરા સ્થિત કંપની, સરાફ ફૂડ્સ લિમિટેડ, 2 ઉત્પાદન એકમો ધરાવે છે; જે સૌથી નૈતિક અને ગુણવત્તાયુક્ત સપ્લાયર તરીકે સાબિત થયું છે. આજે તેઓ ઘટક નિષ્ણાત છે અને 15 થી વધુ દેશોમાં પહોંચ સાથે વૈશ્વિક સ્તરે બજારનું નેતૃત્વ કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button