સુરત
ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાં મહાદેવ ટ્રેડીંગન માલીકોનું ઉઠમણું
વીવર્સોઍ પેમેન્ટની ઉઘરાણી કરતા દુકાન બંધ કરી ફરાર
સુરત : રિંગરોડ આઈસીસી બિલ્ડિંગમાં અોફિસ અને કિમ કરંજ ખાતે હનુમાન ઈકોવેરો પ્રા.લી અને હનુમાન વિવેટક ફર્મના નામે કાપડની ફેકટરીના માલીક પાસેથી વરાછા ગ્લોબલ ટેક્ટાઈલ માર્કેટમાં મહાડેવ ટ્રેડીંગના પ્રોપરાઈટર સહિત ત્રણ જણા્ઍ કુલ રૂપિયા ૩૨.૮૯ લાખનો કાપડનો માલ ખરીદ્યા બાદ સામે આપેલ ચેક રિટર્ન કરાવી માલનું પેમેન્ટ નહી ચુકવી ઉઠમણું કયું હતું. હાલમં ક્રાઈમ બ્રાન્ચે વેપારીની ફરિયાદને આધારે રૂપિયા ૩૨.૮૯ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે પરંતુ આરોપીઅોઍ માર્કેટમાં અન્ય વેપારીઅો પાસેથી પણ માલ ખરીદ્યો હોવાથી તપાસમાં છેતરપિંડીનો આંકડો વધે તેવી શકયતા છે.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ નવાગામ ડિંડોલી સાઈ દર્શન સોસયટીમાં રહેતા કિશોર રામદાસ શિંદે (ઉ.વ.૪૮) કિમ કરંજ ખાતે ï હનુમાન ઈકોવેરો પ્રા.લી અને હનુમાન વિવટેક ફર્મના નામે કાપડની ફેકટરી ધરાવે છે તેમજ રિંગરોડ આઈસીસીમાં અોફિસ ધરાવે છે. કિશોરભાઈ પાસેથી ગત તા ૧૧ સપ્ટેમ્બરમાં વરાછા ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાં મહાદેવ ટ્રેડીંગ કંપનીના વિમલ હંસરાજ રાઠી, સોનુ તેમજ મુન્નાલાલ પાબુરામ કુમાવત (રહે, પુરુષોત્તમ નગર પરવત ગામ) શરુઆતમાં કાપડનો માલ ખરીદી સમયસર પેમેન્ટ ચુકવી આપી વિશ્વાસમાં લીધો હતો ત્યારબાદ ગત તા ૧૧ સપ્ટેમ્બરના રોજ કુલ રૂપયિ ૩૨,૮૯,૭૩૩નો ગ્રે અને ફીનીશનો માલ ખરીદ્યો હતો તેની સામે આદીનાથ કો.અો. બેન્કના સાત ચેકો આપ્યા હતા. આરોપીઅોઍ માલ માર્કેટમં ખુબજ સસ્તી કિંમતમાં અન્ય વેપારીઅોને વેચાણ કરી રોકડા રૂપિયા પોતાના અંગત કામોમાં વાપરી નાંખ્યા હતા.
નક્કી કરેલ સમયમાં આરોપીઅોઍ પેમેન્ટ નહી આપતા કિશોરભાઈઍ તેઅોઍ આપેલા ચેક બેન્કમં જમા કરાવતા રિટર્ન થયા હતા. જે અંગે આરોપીઅોને જાણ કરતા આરટીજીઍસ થી અને રોકડા આપી દેવાનો વાયદો કરી સમય પસાર કરી પેમેન્ટ નહી આપી દુકાન બંધ કરી ભાગી ગયો હતા.વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મહાદેવ ટ્રેડીંગમાં વિમલ રાઠી અને સોનુ દ્વારા માર્કેટમાં અન્ય વેપારીઅો પાસેથી પણ ઉધારમાં માલ ખરીદી તેમની સાથે પણ છેતરપિંડી કરી હોવાથી છેતરપિંડીનો આંકડો વધે તેવી શકયતા છે.