સુરત
સૂર્યપ્રકાશ રેસીડેન્સીના રહેવાસીઓએ સફેદ ડ્રેસ કોડમાં ઢોલના તાલે લોકશાહીના પર્વની ઉજવણી કરી

સુરત : મજુરા વિધાનસભા મત વિસ્તારની સૂર્યપ્રકાશ રેસીડેન્સી સોસાયટીના રહેવાસીઓએ આજે પરિવાર અને પડોશીઓ સાથે એક થઈને મતદાન કર્યું હતું. ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમે પણ વ્હાઇટ ડ્રેસ કોડમાં મતદાન કરીને લોકોને પ્રેરણા આપી હતી. સવારથી જ સોસાયટીના રહીશો મતદાન કરવા માટે તૈયાર હતા. ઢોલના તાલે લોકો એકઠા થયા અને પછી મતદાન મથકે પહોંચ્યા.
ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમે જણાવ્યું હતું કે, “આ લોકશાહીનો તહેવાર છે અને આપણે આપણા મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. મેં આજે મારા પરિવાર અને પડોશીઓ સાથે મતદાન કર્યું અને લોકોને પણ બહાર જઈને મતદાન કરવા વિનંતી કરી.” સૂર્યપ્રકાશ રેસીડેન્સીની આ પહેલની પ્રશંસા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે આનાથી લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધશે અને તેઓ આગામી ચૂંટણીમાં પણ ઉત્સાહપૂર્વક મતદાન કરશે.



