સુરત: રેડ અને વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા સુરત ખાતેની વેડ રોડ બ્રાન્ચ પર એસએસએસ ફાયર સેફટીના અગ્રણીશ્રી પરેશભાઈ યોગીના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત તમામને ફાયર સેફટી અંગેની આવશ્યક માહિતી અપાઈ હતી. આ ટ્રેનિંગમાં પરેશભાઈએ બ્રાન્ચ તેમજ ઓફિસ બિલ્ડિંગમાં સુરક્ષા હેતુ રાખવામાં આવેલા તમામ ઉપકરણો અંગે વિસ્તૃત માહિતી, તેનું મહત્વ અને સલામતીના પગલે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું વિદ્યાર્થી અને સ્ટાફ દ્વારા પ્રેક્ટિકલ પણ કરાવ્યું હતું.
ભવિષ્યમાં આગજનીના બનાવને નાથવા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ જાગૃકતા ફેલાવવા માટે આ સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ અંતર્ગત ફાયર એલાર્મનો ઉપયોગ કેવી રીતે કરવો, અગ્નિશામક સાધનોના પ્રકાર, CO2 અને ABC (અગ્નિશામક પાવડર) વાપરવાની રીત, કોમ્પ્યુટર અને મશીન સંબંધિત આગ વખતે સલામતીના પગલાંઓ, પાણીની લાઇનનો ઉપયોગ અથવા તેની સાથે જોડાયેલ મોટર ઈમરજન્સી સમયે સીધા ઉપયોગ માટે કયો મોડ સેટ કરવો તેમજ વિશાળ અથવા ભયાવહ આગ માટે નિયમિત અને મોટી એવી બે પ્રકારના પાણીની લાઇનોનું કવરેજ કેવી રીતે કરવું જેવા અનેક મહત્વપૂર્ણ બાબતોની વિદ્યાર્થી અને સહકર્મચારીઓને માહિતી પુરી પાડવામાં આવી હતી.