આજે ‘માનવ-કલરવ’ દ્વારા આયોજિત “રામજી કી નિકળી સવારી” કાર્યક્રમ

સુરતઃ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે આજે ‘માનવ-કલરવ’ દ્વારા આયોજિત “રામજી કી નિકળી સવારી” કાર્યક્રમ રાતે 9 થી 12 દરમિયાન યોજાનાર કાર્યક્રમના અંતે 1125 સભ્યો રામજી કી સમૂહ આરતીમાં ભાગ લેશે
શહેરના ‘માનવ-કલરવ’ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ડૉ.વિનોદ સી.શાહ અને ડૉ.નીતિન ગર્ગે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાનો અભિષેક થવા જઈ રહ્યો છે. 500 વર્ષના સંઘર્ષ બાદ બનવા જઈ રહેલી ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા દરેક લોકો આતુર છે. જે અન્વયે શહેરના સંસ્કૃતિપ્રેમી તબીબોની સંસ્થા ‘માનવ-કલરવ’ દ્વારા 16 જાન્યુઆરીને મંગળવારના રોજ રાતે 9 થી 12 દરમિયાન સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બોલિવૂડ ગીતોની મદદથી ભારતીય સંસ્કૃતિ, ભારતની પરંપરાઓ, અહીંના લોકોની વિશેષતાઓ, વિવિધ રાજ્યોના તહેવારો અને ભગવાન શ્રી રામચંદ્રજીનું જીવન ચરિત્ર અને ઇતિહાસ જણાવવામાં આવશે.
મંગળવાર, 16-01-2024 ના રોજ “રામજી કી નિકલી સવારી” દ્વારા ‘કલરવ’ ના સભ્યો ડૉ.રઈશ મણિયારના બેન્ડ સાથે સુંદર કાર્યક્રમ રજૂ કરીને અયોધ્યા રામ મંદિરના ઉત્સાહમાં ફાળો આપશે. આ પ્રસંગે કાર્યક્રમના અંતે રાતે 12:00 કલાકે ડોકટર એસોસીએશનના 1125 સભ્યો શ્રી રામજીની મહા આરતીમાં ભાગ લઈ નવો ઈતિહાસ રચશે.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સભ્યોને શ્રી રામજીનો ફોટો, શ્રી રામ દરબારનો ફોટો અને પ્રસાદ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સભ્યો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ, દેશભક્તિના ગીતો, લોકગીતો, વિવિધ લોકોના ગીતો અને વિવિધ ઉત્સવોથી સજાયેલો આ કાર્યક્રમ સ્વયં એક ઉજવણી બની રહેશે, જે વિવિધતામાં ભારતની એકતા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીમ ‘માનવ-કલરવ’ માં ડો.વિનોદ સી.શાહ, ડો.નીતીન ગર્ગ, ડો.જગદીશ જરીવાલા, અમિતા શાહ, ડો.મિતાલી ગર્ગ, ડો.પ્રશાંત દેસાઈ, ડો.જયેન્દ્ર કાપડિયા, ડો. દિપક તોરાવાલા, ડો.હિતેન્દ્ર મોદી, ડો.દીપક પટેલ, ડો.દીપ્તિ પટેલ, યોગેશ પારેખ અને ડો.મુકુલ ચોકસી અને ડો.દક્ષેશ ઠાકર સલાહકાર તરીકે પ્રયાસો કરી રહ્યા છે.