રાજેશ પાવરે રૂ. 278 કરોડનાં ઓડર્સ મેળવ્યા; 400 kV GIS ક્ષેત્રે પ્રવેશ

અમદાવાદ, 25 સપ્ટેમ્બર, 2025: પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં અગ્રણી ઇપીસી કોન્ટ્રાક્ટરોમાં સ્થાન પામતી રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડ (RPSL) BSE: 544291, ISIN: INE0VN801010 એ સરકારી અને ખાનગી ગ્રાહકો પાસેથી કુલ રૂ. 278 કરોડનાં (ટેક્સ સહિત) નવા ઓર્ડર મેળવ્યા છે.
ઉપરોક્ત નવા ઓર્ડરની વિસ્તૃત વિગતો નીચે પ્રમાણે છેઃ
• ખાનગી કંપની પાસેથી ગુજરાતમાં 400kV/33kV & 66kV/33kV ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન્સ (જીઆઇએસ)નું સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ
• મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) તરફથી મહેમદાવાદ, આણંદ, પેટલાદ અને નડિયાદનાં વિસ્તારમાં એસઆઇ સ્કીમ હેઠળ વર્તમાન 11 કેવી એચટી નેટવર્કનાં અન્ડરગ્રાઉન્ડ કેબલ /MVCC માં રૂપાંતરણ માટેનો ટર્નકી કોન્ટ્રાક્ટ.
આ અંગે ટિપ્પણી કરતા રાજેશ પાવર સર્વિસિસના મેનિજંગ ડિરેક્ટર કુરાંગ પંચાલે જણાવ્યું કે, “અમારી યાત્રામાં મહત્વનાં સીમાચિહ્ન સમાન બે નોંધપાત્ર ઓર્ડરની જાહેરાત કરતા અમે ખુશી અનુભવીએ છીએ. ગુજરાતમાં 400kV/33kV & 66kV/33kV GIS પ્રોજેક્ટનાં કોન્ટ્રાક્ટ સાથે અમે 400 kV GIS ક્ષેત્રમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે, જે અમારી ટેકનિકલ નિપુણતા અને ક્ષમતાને વધુ મજબૂત કરે છે. વધુમાં, 11kV HT નેટવર્કનાં અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ માટે MGVCL પાસેથી ટર્ન કી કોન્ટ્રાક્ટ મહત્વનાં શહેરી કેન્દ્રોમાં વિતરણ ક્ષમતાને વિસ્તૃત કરશે. આ સિદ્ધિ ભારત માટે વિશ્વકક્ષાનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિક્સાવવાની અમારી પ્રતિબધ્ધતા પર ભાર મૂકે છે અને રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડને હાઇ-વોલ્ટેજ અને ટર્નકી સોલ્યુશન્સમાં સાતત્યપૂર્ણ વૃધ્ધિ માટે સ્થાન આપે છે.”