એજ્યુકેશન

જાપાનમાં ભારતીય રાજદૂત સી.બી. જ્યોર્જ સાથે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોની મુલાકાત

જાપાની શિક્ષણ પ્રણાલી તેમજ ટેકનોલોજી, શાળા પ્રણાલી, વિદ્યાર્થી કારકિર્દી અંગે ચર્ચા કરી

સુરતઃ “Global Learning Global Impact” ભારત ના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ના વિઝન અને મિશન એવી નવી એજુકેશન પ્રણાલી ને ધ્યાન માં રાખી ને શાળાના મેનેજીગ ડિરેક્ટોર  કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર  આશિષ વાઘાણી અને પ્રિન્સિપાલ  તૃષાર પરમાર દ્વારા જાપાનમાં ભારતના રાજદૂત  સી બી જ્યોર્જ સાથે મુલાકાત કરી જાપાન ની એજ્યુકેશન વ્યવસ્થા સાથે સાથે ટેકનોલોજી,શાળા વ્યવસ્થા,વિદ્યાર્થી કારકિર્દી વિષે ચર્ચા કરી ને વિધાર્થી અને સ્ટાફ ને એક્સ્ચેંજ પ્રોગ્રામ, વિકાસ, સંશોધન, ક્રિએટિવિટી જેવા સાહસિક કાર્યને પ્રોત્સાહન આપીને અને બને દેશ ના શિક્ષણ પ્રણાલીને વિવિધ પદ્દતિના સેતુ દ્વારા જોડી ગુજરાત અને ખાસ કરીને સુરતની શિક્ષણ પ્રણાલીને ઉચ્ચતમ કક્ષાએ લઇ જવાનો મુખ્ય ઉદેશ આ મુલાકાતનો હતો.

આ સાથે જાપાન ની યુનિવર્સિટિ અને શાળા ઓ ની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં ધોરણ ૧૨ પછી આ શાળાના વિદ્યાર્થી જાપાનીઝ યુનિવર્સીટી સાથે જોડાઈને ઉચ્ચતમ શિક્ષણ લઇ શકે તે માટે MOU અને સેમીનાર માટે શ્રી સી બી જ્યોર્જ સાથે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ school માં આ જ રીતે ઇન્ડો ફિન એજુકેશન એટલે કે ફિનલેંડ સાથે કોલોબ્રેશન કરીને છેલ્લા ચાર વર્ષ થી સફળતા પૂર્વક એજ્યુકેશન પૂરું પાડવામાં આવી રહેલ છે.

શિક્ષણ જગતમાં ખુબ જ જુજ શાળાઓ હશે જેમાં ધ રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ શિક્ષણ પ્રણાલીના વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button