લોક રક્ષક ભરતી અભ્યાસ ક્રમ ની PAC મેમ્બર છોટુ ભાઈ પાટીલ સાથે પીએસઆઈ અને એએસઆઈ એ મુલાકાત લીધી
સુરત, કુણબી પાટીલ સમાજ દ્વારા આયોજિત લોક રક્ષક ભરતી અભ્યાસ ક્રમ ની મુલાકાતે PAC મેમ્બર (રેલ મંત્રાલય ભારત સરકાર) તેમજ કુણબી પાટીલ સમાજ ના અગ્રણી શ્રી છોટુ ભાઈ પાટીલ સાથે સાથે સમાજ ના પી એસ આઈ અને એ એસ આઈ એ મુલાકાત લીધી. કુણબી પાટીલ સમાજ દ્વારા ચાલતા લોક રક્ષક ભરતી અભ્યાસ ક્રમ જેમાં સર્વ મહારાષ્ટ્રીયન સમાજ ના પી એસ આઈ અને LRD ભરતી ની શારીરિક પરીક્ષા માં 55 જેટલા યુવક અને યુવતીઓ પાસ થયા છે અને તેમના માટે સમાજ ના અગ્રણી દિપક ભાઈ પાટીલ , ભાસ્કર પાટીલ, સુનિલ ભાઈ પાટીલ, ચંદ્રકાન્ત પાટીલ દ્વારા ફ્રી અભ્યાસ વર્ગ ચલાવામાં આવી રહ્યા છે.
શારીરિક પરીક્ષા પેલાંથી ચાલુ થયેલા ક્લાસ ને આજે 65 દિવસ પુરા થયા કુલ 110 યુવક યુવતીઓ પૈકી 55 યુવક યુવતી પાસ થયા છે તો પાસ થયેલા બધા યુવક યુવતી ને લખી પરીક્ષા માટે પૂર્ણ અભ્યાસ ક્રમ સમાજ દ્વારા ચલાવામાં આવી રહ્યો છે . બધા યુવક યુવતીઓને મોટિવેશન અને માર્ગદર્શન મળે એ હેતુ થી PAC મેબર અને કુણબી પાટીલ સમાજ ના અગ્રણી છોટુભાઈ પાટીલ તેમજ કુનબી પાટીલ સમાજ ના હમણાંજ સેવા નિવૃત્ત પી એસ આઈ રાજેન્દ્ર પાટીલ , પી એસ આઈ ભારત ભાઈ પાટીલ , એ એસ આઈ હરીશ ભાઈ પવાર , CID ક્રાઇમ બ્રાન્ચ ના ગણેશ ભાઈ પાટીલ , લેડી કોન્સ્ટેબલ શ્રીમતી વૈશાલી બેન દેવરે , કોન્સ્ટેબલ સહબેરાવ,છત્રપતિ શિવાજી મહારાજ સમિતિ સુરત ના મહામંત્રી મેહુલભાઈ ચૌહાન ઉપસ્થિત રહી બધા વિદ્યાર્થીઓ ને પ્રેરણા અને માર્ગદર્શન આપી લેખી પરીક્ષા માટે શુભેચ્છા આપ્યા .
તેમજ હમણાંજ 2 મહિના આગવું રાજેન્દ્ર પાટીલ એમનું પી એસ આઈ તરીકે પ્રમોશન થવા બદ્દલ તેમજ ભારત ભાઈ પાટીલ અને હરીશ ભાઈ પાટીલ શ્રીમતી વૈશાલી બેન દેવરે એમને સુરત પોલીસ ગૌરવ એવોર્ડ મળ્યો હતો તે બદ્દલ સમાજ દ્વારા છોટુ ભાઈ પાટીલ એમના હસ્તે એમનો સન્માન કરવામાં આવ્યો . આવેલ તમામ મહેમાનો નું દિપક પાટીલ અને સુનિલ પાટીલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.