સુરત: રવિવારે શહેરના પુણા-કેનાલ રોડ સ્થિત રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી તેની યોગી ચોક બ્રાન્ચ ખાતે ‘રોડ ટુ UX INDIA 24’ માટે ની પ્રી-કોન્ફરન્સ મીટ યોજાઈ હતી. અહીં ઇન્ડસ્ટ્રીના વિવિધ વિષયો પર પ્રશ્નોત્તરી સત્રમાં યુવાઓએ રસ બતાવ્યો હતો. આ પ્રી-કૉન્ફરન્સ મીટનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારા સમયમાં બેંગ્લોર ખાતે યોજાનાર UX INDIA24 કૉન્ફરન્સ માટે યુવા કમ્યુનિટીમાં ઉત્સાહ અને આતુરતા વધારવાનો છે.
આ મીટ અપમાં યુએક્સ કમ્યુનિટીના નિષ્ણાતો સર્વશ્રી રનસુભે (હ્યુમન એક્સપિરિયન્સ ડિઝાઇન લીડરશીપ), પ્રિયા વર્મા (સિનિયર યુએક્સ ડિઝાઈનર,એફવાયએનએક્સટી) અને રિષભ બોહરા (એસોસિયેટ યુએક્સ લીડ, લોલીપોપ ડિઝાઇન સ્ટુડિયો), રોહન શ્રીધર (કો-ફાઉન્ડર, ડિઝાઇન સ્ટુડિયો) દ્વારા ઇન્ડસ્ટ્રીના અપડેશન, ઇનોવેશન જેવા વિવિધ વિષયો પર ચર્ચા સત્ર આયોજિત કરવામાં આવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે આ મીટ અપ્સમાં જોડાઈને, ડિઝાઇનિંગના આકાંક્ષી અને અનુભવી ડિઝાઇનર્સને એક મંચ મળે છે, જ્યાં તે ઓ પોતાનાં વિચારો અને અનુભવ શેર કરી શકશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં કમ્યુનિટી લીડર્સ, યુવા વિદ્યાર્થીઓ અને સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.