બિઝનેસસુરત

BIS વગરનું ફરજિયાત QCOવાળું પોલિએસ્ટર યાર્ન મટિરિયલ  આયાત કરી શકાશે, DGFT દ્વારા જાહેરાત કરાઇ

ચેમ્બર દ્વારા કરાઇ હતી રજૂઆત, MMF ફેબ્રિકના એક્ષ્પોર્ટરોને રાહત થશે

સુરત: DGFT દ્વારા તા. ૬ જૂન, ર૦ર૪ના રોજ પબ્લીક નોટિસ નં. ૧૦/ર૦ર૪–રપ દ્વારા BIS વગરનું ફરજિયાત QCOવાળું પોલિએસ્ટર યાર્ન મટિરિયલ આયાત કરવા પરવાનગી આપી છે. આ પરવાનગી માત્ર એડવાન્સ ઓથોરાઇઝ હોલ્ડર તથા EOU અને SEZ ખાતેના યુનિટોને જ આપવામાં આવી છે. ભારત સરકારના કેમિકલ્સ અને પેટ્રો કેમિકલ્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા QCO સંબંધિત બાબતમાં DGFT દ્વારા ઉમેરો કરી આ અંગેની જાહેરાત ઉપરોકત પબ્લીક નોટિસમાં કરવામાં આવી છે.

ઉપરોકત બાબતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના કેમિકલ્સ અને પેટ્રો કેમિકલ્સ વિભાગ સાથે રૂબરૂ મુલાકાત કરી સતત રજૂઆતો કરવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે BIS વગરનું ફરજિયાત QCOવાળું પોલિએસ્ટર યાર્ન મટિરિયલ (માત્ર એડવાન્સ ઓથોરાઇઝ હોલ્ડરો દ્વારા) આયાત કરવા સંદર્ભે પરવાનગી મેળવવામાં સફળતા મળી છે.

આ જાહેરાતથી ટેક્ષ્ટાઇલ ક્ષેત્રના એડવાન્સ ઓથોરાઇઝ હોલ્ડરોને BIS વગર પોલિએસ્ટર યાર્નને આયાત કરવાની પરમીશન મળી છે. આ જાહેરાતથી MMF ફેબ્રિકના એક્ષ્પોર્ટરોને રાહત થશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button