લાઈફસ્ટાઇલસુરત

ઓબેસિટીમાંથી સર્જરી બાદ તંદુરસ્ત થયેલા દર્દીઓએ કર્યું ફેશન શોમાં રેમ્પ પર વોક

હોપ ઓબેસિટી અને સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા અનોખા ફેશન શો, પેશન્ટ ગેટ ટુ ગેધરનું આયોજન

સુરત : અનિયમિત ખોરાક અને જંકફુડના કારણે આજના સમયની સૌથી મોટી સમસ્યા હોય તો એ છે, ઓબેસિટી (મોટાપો – મેદસ્વિતા) એકવાર શરીર પર ચરબીના થર જામ્યા પછી એને કાઢવા મુશ્કેલ થઈ જાય. કસરત અને ખાવા પીવામાં પરેજી ન પાળી શકાય એટલે એ વધ્યા જ કરે પણ ટેકનોલોજી ના જમાનામાં બધા ઉપાય હાથવગા છે. બેરિયાટ્રિક સર્જરીથી ઓબેસિટી દૂર તો થાય છે પણ સર્જરી બાદ એકદમ તંદુરસ્ત લાઇફ જીવી શકાય છે એનુ જીવતું ઉદાહરણ એટલે હોપ ઓબેસિટી અને સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ છે. જ્યાં ઓબેસિટીમાંથી સર્જરી દ્વારા સ્વસ્થ થયેલા લોકો માટે ફેશન શોનું આયોજન કરાયુ હતું. અને દર્દીઓ માટે ગેટ ટુ ગેધર રાખવામાં આવ્યું હતું. કોઈ હોસ્પિટલ દ્વારા કદાચ પ્રથમ વખત દર્દીઓ માટે આ પ્રકારનું આયોજન થયુ હતું.

આ એક અત્યાધુનિક સંપૂર્ણ સુવિધાયુક્ત હોસ્પિટલ છે. જે મોર્બીડ ઓબેસિટી માટે અસરકારક સારવારના વિકલ્પો આપે છે. જ્યાં આહાર વિશે ચર્ચા વિચારણા બાદ તમામ પ્રકારની બેરિયાટ્રિક સર્જરીઓ કરવામાં આવે છે. જેવી કે સ્લીવ ગેસ્ટ્રેક્ટમી, ગેસ્ટ્રિક બાયપાસ અને સ્વેલો પિલ વગેરે. આ અંગે હોસ્પિટલના ફાઉન્ડર ડૉ. વિજયસિંહ બેદી જણાવે છે કે, આ હોસ્પિટલમાં અનેક લોકોએ મોટાપો દૂર કર્યો છે અને ખુશહાલ જીવન માણી રહ્યા છે. સર્જરી બાદ નોર્મલ અને ખુશહાલ લાઇફ જીવતા લોકો માટે હોસ્પિટલ દ્વારા અનોખા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. પેશન્ટ ગેટ ટુ ગેધર પ્રોગ્રામ, ફેશન શો અને ડિનર સાથે હોટેલ ધ એમોર, ન્યુ મગદલ્લા ખાતે યોજાયો હતો. જેમાં સર્જરી બાદ તંદુરસ્ત થયેલા દર્દીઓએ રેમ્પ પર વોક કર્યું હતું અને સ્થૂળતા સામે તેઓએ કેવી રીતે લડાઈ જીતી એ જર્ની પણ શેર કરી હતી.

ડૉ. દિગ્વિજય સિંહ વધુમાં કહે છે, આ ફેશન શોથી અન્ય દર્દીઓનો આત્મવિશ્વાસ વધશે. જેમણે જીવનમાંથી આશા ગુમાવી દીધી હતી, હવે તેઓ કહી શકે છે કે હમ કિસી સે કમ નહિ. આ ઉપરાંત ઓબેસિટીની સર્જરીને લઇને પણ ઘણી બધી ખોટી માન્યતાઓ જોડાયેલી છે.
અમે આ ફેશન શો દ્વારા એ ખોટી માન્યતાનું ખંડન કરીને લોકોને સાચો મેસેજ પહોંચાડયો છે. ઓબેસિટી આજના સમયની મોટી સમસ્યા છે પણ એનાથી છુટકારો પણ મેળવી શકાય છે. હોપ એ ખાલી હોસ્પિટલનું જ નામ નથી પણ હોપ ગુમાવી બેઠેલા ઓબેસિટી ધરાવતા લોકો માટે ખરેખર એક હોપ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button