સુરત

દરેક 6 યુગલોમાંથી 1 યુગલ વ્યંધત્વની પીડાથી પ્રભાવિત છે ત્યારે IVF ટ્રીટમેન્ટ પદ્ધતિમાં OWN EGG PREGNANCY વરદાન સ્વરૂપ સાબિત થઇ રહ્યું છે

વ્યંધત્વમાં ગર્ભાવસ્થા ધારણ કરવા માટે તમારું પોતાનું સ્ત્રીબીજ અથવા પુરુષબીજ પસંદ કરવાનું ખાસ મહત્વ

સુરત તા. ૯, જૂન ૨૦૨૨ : ભારતના નેશનલ હેલ્થ પોર્ટલના એક અંદાજ મુજબ હાલ ભારતીય વસ્તીના 15% લોકો વંધ્યત્વથી પીડાય છે. વધુમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના એક અહેવાલ મુજબ, ભારતમાં પ્રાથમિક વંધ્યત્વ દર 3.9-16.8% ની વચ્ચે છે.આશરે 27.5 મિલિયન ભારતીય યુગલો વંધ્યત્વના કારણે ગર્ભધારણ કરવાનો સક્રિય પ્રયાસ કરી રહ્યા છે.

ડૉ. યેશા ચોક્સી (વ્યંધત્વ નિષ્ણાત, WINGS IVF હોસ્પિટલ, સુરત) જણાવે છે , “તમામ વ્યંધત્વના કેસોમાંથી, લગભગ 40-50% કેસ “પુરુષ પરિબળ” વ્યંધત્વના કારણે હોય છે અને લગભગ 2% જેટલા પુરુષો સબઓપ્ટિમલ શુક્રાણુ પરિમાણો પ્રદર્શિત કરે છે . આશ્ચર્યજનક રીતે, વર્ષ 2020 માં, ભારતમાં પ્રજનન દર દરેક સ્ત્રી દીઠ 2.2 બાળકનો જન્મનો હતો. ભારતમાં આ પ્રજનનો દર 1971માં દરેક સ્ત્રી દીઠ 5.5 બાળકોના જન્મ થી વર્ષ 2020માં દરેક સ્ત્રી દીઠ 2.2 બાળકના જન્મ સુધી ક્રમશઃ ઘટી ગયો છે.”

ડૉ. નીલા મહેતાના જણાવ્યા અનુસાર “અધિકાંશ કેસોમાં તૃતીય-પક્ષ અથવા દાતાના બીજ દાનની જરૂર નથી હોતી . જો આપણે IVF સાયકલના પ્રયાસો ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ, તો અમે તૃતીય પક્ષ કે દાતાના દાનના ઉપયોગને સરળતાથી ઘટાડી શકીએ છીએ. આનાથી મહિલાના શારીરિક અને નાણાકીય બોજમાં વધુ ઘટાડો થશે અને સાથે જ તે પોતાના સ્ત્રીબીજ થી જ ગર્ભવતી થઈ શકશે.”

તેવી જ રીતે, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં, 9% પુરુષો અને લગભગ 11% સ્ત્રીઓ પ્રજનની સમસ્યાઓ અનુભવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇલ્ડ હેલ્થ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટનો અંદાજ છે કે દેશમાં 12-15% યુગલો ગર્ભધારણ કરવામાં નિષ્ફળતાનો અનુભવ કરે છે. વિશ્વવ્યાપી સ્ત્રોતોમાંથી ઉપલબ્ધ ડેટા સાબિત કરે છે કે વ્યંધત્વ હવે ખાનગી સમસ્યા નથી. અને એ ધીમે ધીમે આકસ્મિક, સામાજિક અને આંતરવ્યક્તિત્વના વિક્ષેપોને કારણે એક ભયાનક રૂપ ધારણ કરી રહ્યું છે. સંશોધનના આ આંકડાઓ ને ભારતભરના IVF નિષ્ણાતો દ્વારા સમર્થન પ્રાપ્ત છે.

પહેલાના દિવસો થી જ, બાળકના જન્મની જવાબદારી સ્ત્રી પર બંધાયેલી હોય છે. બાળજન્મ ને સ્ત્રીની એક આદરણીય ફરજ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે . સ્ત્રીનું મૂલ્ય બાળજન્મને ઉછેરવાની તેની ક્ષમતાના ધોરણે માપવામાં આવે છે. આથી, જે મહિલાને બાળકને જન્મ આપવામાં સમસ્યા હોય છે, તેની સમાજમાં નિંદા કરવામાં આવી હતી. આના કારણે અનેક સામાજિક સમસ્યાઓ ઊભી થઈ અને લગ્નો ભાંગી પડ્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button