સુરત : સુરતના સિટીલાઈટ રોડ પર આવેલા અગ્રસેન ભવનમાં એજ્યુકેશન એન્ડ કરીઅર એક્સ્પો નું તા – 6 અને 7 એપ્રિલ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં FCN ટ્રેનિંગ એકેડમીના સ્ટોલને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. બે દિવસમાં 7 હજારથી વધુ લોકોએ આ સ્ટોલની મુલાકાત લીધી હતી અને ઇન્વેસ્ટમેન્ટ તેમજ ટ્રેડિંગ વિશે માહિતી મેળવી હતી.
FCN ટ્રેનિંગ એકેડમીના ફાઉન્ડર વિજયભાઈ કાનપરિયાના જણાવ્યા અનુસાર આધુનિક યુગમાં સ્કીલ જરૂરી છે. જે રીતે મેરેજ પ્લાન, એજ્યુકેશન પ્લાન, મેડિકલ પ્લાન થાય એ રીતે ફાયનાન્સ પ્લાનિંગ પણ જરૂરી છે. એજ્યુકેશન સાથે આ સ્કીલ બાબતે આજની નવી પેઢીમાં અવેરનેસ આવે એ હેતુથી આ એક્સ્પોમાં ભાગ લીધો હતો. જેમાં ટ્રેડિંગ ટ્રેનિંગ ઇન્વેસ્ટમેન્ટ વિશે હજારો મુલાકાતીઓને માહિતગાર કરાયા હતા.
સૌથી વધુ યુવાનો ફાયનાન્સ ફિલ્ડમાં કરીઅર કઇ રીતે બની શકે અને ક્યાં રોકાણ કરી શકાય ? એની પૂછપરછ કરી રહ્યા હતા. યુવાઓ વીમા એડવાઈઝર, ફાઇનાન્શિયલ પ્લાનર કે મ્યુચ્ચલ ફંડ એડવાઇઝર તરીકે કારકિર્દી બનાવવાની મહેચ્છા ધરાવે છે. આ બધી ટ્રેનિંગ FCN ટ્રેનિંગ એકેડમી માં આપવામાં આવે છે .
FCN ટ્રેનિંગ એકેડમી છેલ્લા 13 વર્ષથી સુરતમાં કાર્યરત છે. સુમુલ ડેરી રોડ પર મુખ્ય શાખા સાથે વેસુ, વરાછા, નાનપુરા, કતારગામ, પાલ-અડાજણ વિસ્તારમાં છ શાખાઓ છે. આ એકેડમીમાં અત્યારસુધીમાં 12 હજારથી વધુ લોકોએ ટ્રેનિંગ લઇને ઝળહળતી કારકિર્દી બનાવી છે.