એજ્યુકેશન

ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં દ્વિતીય દીક્ષાત સમારંભનું આયોજન

સુરતઃ ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં દ્વિતીય દીક્ષાત સમારંભનું આયોજન તા. ૨૭/૦૪/૨૦૨૩ ના રોજ ૦૨:૦૦ થી ૦૪:૦૦ દરમ્યાન યુનીવર્સિટી કેમ્પસમાં રાખવામાં આવ્યું છે. દિક્ષાંત સમારંભમાં વિશિષ્ટ ઉપસ્થિતિ પરમ પૂજય યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણે મુની રહેશે. જેઓ વિદ્યાર્થીઓને આર્શીવચન પ્રદાન કરશે.

આ પ્રસંગે ગુજરાતના  શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહેશે. ભગવાન મહાવીર યુનિવર્સિટીના દ્વિતીય દિક્ષાંત સમારંભમાં ૮૪૧ વિદ્યાર્થીઓ શિક્ષણ, મેનેજમેન્ટ, ફિઝિકલ એજ્યુકેશન, કમ્પ્યુટર એપ્લિકેશન, ફાર્મસી, સાયન્સ, લિબરલ આર્ટસ જેવી શાખાઓમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરશે.

તેમજ ભગવાન મહાવીર યુનિવર્સિટી ના વિવિધ વિદ્યાશાખાઓના ૨૮ જેટલા વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજતચંદ્રક એનાયત કરવામાં આવશે. સમાંરભના અંતે ભગવાન મહાવીર યુનિવર્સિટીના 10000 જેટલા વિદ્યાર્થીઓ નશામુક્તિ અંગેના શપથ ગ્રહણ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button