સુરત

“આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત  ઇચ્છાપોર સુરત ખાતે રક્તદાન શિબિર નું આયોજન

૨૦૦ યુનિટ જેટલું રક્ત એકત્રિત કરાયું

ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી દ્વારા માર્ચ ૨૦૨૧ માં સાબરમતી આશ્રમ ખાતેથી “આઝાદી કા અમૃત મહોત્સવ ” ની શરૂઆત કરવામાં આવી હતી અને સમગ્ર દેશમાં તેની હર્ષોલ્લાસભેર ઉજવણી ચાલી રહી છે ત્યારે

આ કડીમાં આગળ વધતા ELSS Group ના ચેરમેન શ્રી નિશાંત શાહ તથા તેમના સહયોગી IFCO-TOKIO દ્વારા Gujarat Hira Bourse Jems and Jewellery Park , ઇચ્છાપોર , સુરત ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું . તેમાં લગભગ ૨૦૦ જેટલા રક્તદાતાઓએ ભાગ લીધો હતો અને ૨૦૦ યુનિટ જેટલું રક્ત એકત્રીત કરવામાં આવ્યું હતું .

ઉપરોક્ત પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી  પુણેશભાઈ મોદી ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી . સુરત રાજ્યના પ્રથમ નાગરિક મેયર  હેમાલીબેન બોઘાવાલા , ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મંત્રીશ્રી તથા Gujarat Hira Bourse ના સેક્રેટરી  નાનુભાઈ વાનાની , ધારાસભ્ય  ઝંખનાબેન પટેલ , સુરત શહેરના Ex . ડેપ્યુટી મેયર અને જૈન અગ્રણી  નિરવભાઈ શાહ , સુરત શહેરના નગરસેવક કુમારી નેન્સીબેન શાહ ,  કેતનભાઈ મેહતા , સુરત ભાજપ મીડિયા કો કન્વીનર  કલ્પેશભાઈ મેહતા ની પણ હાજરી રહી હતી .

પ્રસંગોચિત ઉદબોધન કરતા મંત્રી  પુણેશભાઈ મોદી એ રક્તદાનનો મહિમા જણાવતા કહ્યું હતું કે તમારું એક વખતનું રક્તદાન કોઈનો અમૂલ્ય જીવ બચાવી શકે છે , રક્ત એ ફેકટરીમાં બનતી વસ્તુ નથી જેથી રક્તદાન એ ઉત્કૃષ્ઠ દાન છે .

ELSS Group ના ચેરમેન  નિશાંત શાહે જણાવ્યું હતું કે આપણા આદરણીય પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીજીએ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત દેશ અને સમાજ માટે જે સારા કર્યો કરવાની હાકલ કરી હતી જે અંતર્ગત તેમણે આ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું .

આ શિબિરમાં મોટા પ્રમાણમાં વિવિધ સામાજિક આગેવાનો અને શુભેચ્છકો હાજર રહ્યા હતા .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button