એજ્યુકેશન

રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે 13મી રાજય કક્ષની ટાઇકવન્ડો સ્પર્ધાનું આયોજન

સ્પર્ધામાં મેડલ ટેલીમાં સુરતના વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો હતો

સુરત : ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે ટાઇકવન્ડો એસો. ઓફ ગુજરાત દ્વારા 13મી રાજયકક્ષાની ટાઈકવન્ડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી કેડેટ, જુનિયર અને સિનિયર કક્ષાના આશરે 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મેડલ ટેલીમાં સુરતના વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો હતો.

જેમાંથી ઉગત-કેનાલ રોડ, જહાંગીરાબાદ, સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં સી.બી.એસ.ઈ બોર્ડનાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી અરાત્રિકા સિંઘ કાષ્ય પદક અને ગુજરાત બોર્ડ અંગ્રેજી માધ્યમ ની ધોરણ- ૯ માં અભ્યાસ કરતી યશ્વી કવા સુવર્ણ પદક અને જીયા કાવા સુવર્ણ પદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતુ

આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાનાં ટ્રસ્ટી ગણ, કેમ્પસ ડાયરેકટર, આચાર્ય, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર અને શાળાનાં ટેકવોન્ડો કોચ ભૂપેન્દ્ર ચૌહાણને જાય છે; જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થીમિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી કે તેઓ આવી જ રીતે આગળ વધતા રહે અને શાળાનું નામ રોશન કરતાં રહે

ટાઇકવન્ડો એસો.ના જનરલ સેક્રેટરી પમીર શાહના જણાવ્યા મુજબ ટાઇખવન્ડો સુરતમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સુરતના ઘણા પ્રતિસ્પર્ધીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button