સુરતઃ ટ્રાવેલ તથા ટુરીઝમના હિત મા થનાર SATA(સાઉથ-ગુજરાત એસોસીએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ) દ્વારા આયોજીત ટ્રાવેલ તથા ટુરીઝમ એક્ષ્પો STF (સાઉથ-ગુજરાત ટ્રાવેલ ફેર- 2023) તા.૨૬-૨૭-૨૮ ઓગષ્ટ ૨૦૨૩ દરમ્યાન આ એક્ઝિબિશન, સીટી લાઈટ-સુરત ખાતે સ્થિત સાયન્સ સેન્ટરની આર્ટ ગેલરી મુકામે સવારે 10.00 વાગ્યા થી સાંજે 8.00 વાગ્યા સુધી યોજેલ છે.
SATA- સાઉથગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ,12A અને 80G પ્રમાણિત સંસ્થા છે જે ઘણી પરિણામલક્ષી ઇવેન્ટ અને પ્રવૃત્તિઓ સાથે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી અને ટ્રાવેલ ફ્રેટરનિટીની સુખાકારી માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. ફરી એક વાર અપાર આનંદ સાથે, અમે ટ્રાવેલ એજન્ટ્સ, ટૂર ઓપરેટર્સ, પાસપોર્ટ અને ઇમિગ્રેશન નિષ્ણાતો, ટ્રેકિંગ અને સાહસિક પ્રવાસ નિષ્ણાતો અથવા કોઈપણ ટ્રાવેલ/ પ્રવાસ ઉદ્યોગ સંબંધિત પ્રતિબદ્ધ વ્યાવસાયિકોના વ્યવસાયની ગતિ વધારવાના તથા આગામી તહેવારો અને રજાઓ દરમિયાન સારો બિઝનેસ મેળવી શકે તેવા ધ્યેય સાથે સમગ્ર સુરત શહેર-જીલ્લા ના ટ્રાવેલ-ટૂર/ પ્રવાસ ઉદ્યોગ સાથે સંકળાયેલ નાના-મોટા ટ્રાવેલ એેજન્ટ, ટુર ઓપરેટર, ઇમીગ્રેશન, વિઝા, પાસપોર્ટ તથા અન્ય ટ્રાવેલ ટ્રેડ સાથે સંકળાયેલ મિત્રો ના હિત માટે ટ્રાવેલ તથા ટુરીઝમ એક્ષ્પો STF-2023 (સાઉથ-ગુજરાત ટ્રાવેલ ફેર-2023) એક્ઝિબિશન નુ આયોજન કરેલ છે, જેનો લાભ સુરત શહેર ની જનતા ને પણ પ્રવાસ આયોજન માટે પૂરતા સ્ત્રોત તથા જ્ઞાન મેળવવા મળશે.
તા.૨૬-૨૭-૨૮ ઓગષ્ટ ૨૦૨૩ દરમ્યાન આ એક્ઝિબિશન, સીટી લાઈટ-સુરત ખાતે સ્થિત સાયન્સ સેન્ટરની આર્ટ ગેલરી મુકામે સવારે 10.00 વાગ્યા થી સાંજે 8.00 વાગ્યા સુધી યોજેલ છે, જ્યાં આશરે કુલ 7000-8000 ટ્રાવેલ પ્રેમી મુલાકાતિઓની અવર-જવર રહેવાની સંભાવના છે.
SATA- સાઉથગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ, ના પ્રમુખ મિનેષ નાયક, મંત્રી જીમી વ્યાસ, ઉપ-પ્રમુખ મોહન ચકલાસિયા, ઉપ-મંત્રી વિજય શાહ, એડવાઈઝર જીતુ પટેલ તથા જોય ઠાકર, ખજાનચી કિંજલ શાહ તથા ઉત્સાહિત કમિટી સભ્યો કિશન જોષી, મનિષ રાણા, જયુ પટેલ તથા અન્ય ના જણાવ્યાં મુજબ ટ્રાવેલ તથા ટુરીઝમ એક્ષ્પો STF-2023, સાથે આપણા ક્ષેત્રના ટ્રાવેલ ટ્રેડ બંધુઓ નજીવા દરે વધુમાં વધુ પ્રવાસ પ્રેમી વર્ગ સુધી પહોંચી શકે છે. ફક્ત દીવાળી નહી, ત્યારબાદ વિન્ટર સિઝન નો પણ બહોળો ફાયદો STF-2023 દ્વારા ઉઠાવી શકાશે.