સુરતઃ સ્માર્ટ મીટર નું તુત આજકાલ ઘણું સાંભળવા મળી રહ્યું છે. લોકોની ફરિયાદ છે કે સ્માર્ટ મીટર લગાડ્યા પછી એમનું બિલ બમણું કે ત્રણ ઘણું આવે છે. આવો જ એક કિસ્સો સુરત નાં વેસુ માં આવેલ આવાસ નાં રહીશો નો હતો. જેમનું માંડ બે મહિનાનું બિલ 1000 કે 1500 આવતું હતું, સ્માર્ટ મીટર લગાડ્યા પછી 15 જ દિવસમાં 3000 નું રિચાર્જ પણ પતી ગયું હતું. તેથી આવાસ નાં રહીશોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયા નો સંપર્ક કર્યો અને આ બાબતે ન્યાય અપાવવા અપીલ કરી હતી.
આજરોજ સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરીયા ની આગેવાનીમાં ‘આપ’ નાં કોર્પોરેટરો કુંદનબેન કોઠીયા, મનીષાબેન કુકડીયા અને આગેવાનો સાથે વેસુ આવાસ નાં રહીશો કાપોદ્રા ખાતે DGVCL ની કચેરીએ રજૂઆત કરવાં ગયાં હતાં. રજુઆત કરતાં વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ DGVCL નાં અધિકારીઓ ને પૂછ્યું કે તમે કોની પરમિશન થી સ્માર્ટ મીટરો લગાડ્યા હતાં. પાયલ સાકરીયાએ અધિકારીઓ ને આ મુદ્દે બે સવાલો કર્યા હતાં કે તમે મધ્યમવર્ગીય અને આર્થિક પરિસ્થિતિ જેમની એટલી સારી નથી તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા કરતા ભાજપ નાં કોર્પોરેટરો, ધારાસભ્યો કે આગેવાનો ને ઘરે કેટલા મીટરો લગાવ્યા? તો એનો કોઈ જવાબ અધિકારીઓ પાસે નોહ્તો. બીજો સવાલ કર્યો કે, આમ જ કેવીરીતે તમે કોઈને પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાડી દો છો?
પાયલ સાકરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકોને પહેલેથી જ કેટલી હાલાકી છે, રોજબરોજ નાં જીવન નિર્વાહ માટે લોકો જેમતેમ જીવે છે એમાં આ સ્માર્ટ મીટર નું ગટકડું લોકોનું બજેટ ખોરવશે. લોન નાં હપ્તા, ઘરખર્ચો, છોકરાઓની સ્કૂલ ની ફી, બીજા ત્રીજા ખર્ચા વિગેરે થી મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. વધુ બોજો પોષાય એમ નથી હવે. આ સરકાર to રોજ નવા નવા ગટકડા અને ફતવા લાવે છે, જેની અસર સામાન્ય માણસ પર પડે છે.
આ બધી બાબતો વચ્ચે કાપોદ્રા પોલીસ માંથી સ્ટાફ નાં માણસો પહેલેથી જ હાજર હતાં. તેમણે પરિસ્થિતિ વણશે એ પહેલાં વિપક્ષ નેતા પાયલ સાકરીયા, કોર્પોરેટરો કુંદનબેન કોઠીયા, મનીષાબેન કુકડીયા અને વેસુ આવાસ નાં સ્થાનિક આગેવાનો ની અટકાયત કરી હતી અને કાપોદ્રા પોલીસ સ્ટેશન લઇ ગયાં હતાં. જોકે મોડેથી બધાને છોડી મુક્યા હતાં.