સુરતના હોમગાર્ડઝ યુનિટ ખાતે અધિકારીઓ, એન.સી.ઓ તથા હોમગાર્ડ સભ્યોએ લીધી ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’

સુરત: રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ-૨૦૨૫’ની ઉજવણી અંતર્ગત શહેર જિલ્લા કમાન્ડન્ટ ડો પ્રફુલ્લ શિરોયા, ઓફિસર કમાન્ડિંગ વિજય રાઠોડ, કંપની કમાન્ડર જે.આર.રામ, પ્લાટૂન કમાન્ડર રાજેશ દુધાતની ઉપસ્થિતિમાં વરાછા-બી ઝોન ના તમામ હોમગાર્ડઝ યુનિટ ખાતે તમામ અધિકારીઓ, એન.સી.ઓ તથા હોમગાર્ડ સભ્યોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી. હું ભારતના જનસામાન્ય નાગરિક તરીકે પ્રતિજ્ઞા કરું છું કે ભારતના સંવિધાનમાં આપેલ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારાના આદર્શોને હું મારા જીવનમાં ઉતારીશ.
• હું ભારતની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે પ્રતિબદ્ધ રહીશ.
• હું મારા દેશની સુરક્ષા, સ્વાભિમાન, સ્વતંત્રતા અને વિકાસ માટે હંમેશા સમર્પિત રહીશ.
• હું મારા દેશના નાગરિક તરીકે દેશપ્રેમ, સત્યનિષ્ઠા, કાયદાનું પાલન અને સમર્પણની ભાવના જાળવીશ.
• હું ભારતના માનવી તરીકે તમામ ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિઓનો માન રાખીશ અને દેશના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહીશ.
આ મુજબ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. આ પ્રતિજ્ઞાનું પઠન રાજુ હિરપરાએ કર્યું હતું.