સુરત

આગામી 21મી એ જીવન ભારતી હોલમાં કથક નૃત્યાંગ ના કાર્યક્રમનું આયોજન

કાર્યક્રમનો ઉમદા હેતુ સ્વર્ગીય નટરાજ ગોપી કિશનજીને અર્પિત કરવા માટેનો છે

સુરત, ભારતીય નૃત્યનો પ્રચાર કરવો તથા તાલીમ આપવી એ ખૂબ અઘરી બાબત છે ત્યારે શહેરમાં આવી જ એક પાર્લે પોઇન્ટ સ્થિત કાર્યરત સંસ્થા દ્વારા ૨૧ મી ઓગસ્ટના રોજ સાંજે જીવન ભારતી હોલ ખાતે સ્વર્ગીય નટરાજ ગોપી કિશનજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટેના એક કથક નૃત્યના કાર્યક્રમનું જાહેર આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીય નૃત્યનો પ્રચાર કરવો તથા વિદ્યાર્થીઓને નૃત્યની તાલીમ આપવી અઘરી બાબત છે ભારતીય ફિલ્મોમાં પણ ભારતીય શાસ્ત્રીય નૃત્યો ની કલા લોપ્ત ન બની જાય તે માટે શાસ્ત્રીય નૃત્યો વાળા ગીતો લેવામાં આવતા હોય છે ત્યારે સુરતમાં પણ વિદ્યાર્થીનીઓ કલા, નૃત્ય પ્રત્યે પોતાની પ્રતિભા બનાવી શકે એ માટે અંબિકા નિકેતન પારલે પોઇન્ટ સ્થિત કથક નૃત્ય મંદિર નામની સંસ્થા કાર્યરત છે

આ સંસ્થા દ્વારા આગામી 21મી ઓગસ્ટના રોજ સ્વર્ગીય નટરાજ ગોપી કિશનજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટેના એક કાર્યક્રમનું સુચારું આયોજન નાનપુરા સ્થિત જીવન ભારતી હોલ ખાતે કલા રસિકોની ઉપસ્થિતિમાં સાંજે સાત કલાકે કરવામાં આવ્યું છે.

આ અંગે વધુ વિગતો મુજબ આ શોમાં કાર્યરત સંસ્થાની 35 જેટલી વિદ્યાર્થીનીઓ તેમજ મુંબઈ, પૂણે, વડોદરા અને દિલ્હીના કથક કલાકારો તેમજ બનારસ ઘરાના ના કથકના ચમકતા સીતારાઓ ઉપસ્થિત રહી સ્વર્ગીય ગોપી કિશનજીને તેમની કલા સમાન શ્રદ્ધાંજલિ અર્પિત કરશે આમ તો કથક નૃત્ય ઉત્તરી ભારતમાંથી ઉદભવે છે અને કથક પોતે સંસ્કૃત શબ્દ “કથા” ઉપરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ વાર્તા થાય છે ખરેખર આ નૃત્ય ભારતીય સંસ્કૃતિને ઉત્તેજિત કરે છે આમ જોઈએ તો કેટલીક બોલીવુડની અભિનેત્રીઓ જેમને તેમની ક્લાસીકલ નૃત્ય સાથે તેમની પ્રતિભા ને વલણ અપનાવ્યું છે તેમાં જાણીતી અભિનેત્રીઓનો પણ સમાવેશ થાય છે

કથક નૃત્ય ભારતી ઈતિહાસ અને સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે જેથી આ સંસ્થાના સંચાલક અખિલેશ ચતુર્વેદી દ્વારા સંસ્થાની વિદ્યાર્થીનીઓ ને પ્રોત્સાહિત કરવા તેમજ સતત કાર્યશીલ અને ઉત્તમ કથક નૃત્યાંગ ના કથકમાં તેઓ ખૂબ આગળ વધે અને તેમની કારકિર્દી માટે સેવેલા તેમના સ્વપ્નો સાકાર થાય એવી શુભકામનાઓ પાઠવવા કાર્યક્રમમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રસિદ્ધ તબલાવાદક કાલિદાસ મિશ્રાજી, ફિલ્મી સિતારે અલી ખાન, કોરિયોગ્રાફર મયુરેશ વાડેકર સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહેશે તો શહેરીજનોને ઉપરોક્ત નિ: શુલ્ક કાર્યક્રમનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.                 સંપર્ક – अखिलेश चतुर्वेदी 8291599734

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button