સુરતઃ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા મોબાઈલ AI વધુ ઉપભોક્તાઓ સુધી પહોંચે તે માટે ઘડવામાં આવેલા નવા વન UI 6.1 અપડેટ થકી વધુ ગેલેક્સી ડિવાઈસીસ પર ગેલેક્સી AI ફીચર્સની ઉપલબ્ધતાની આજે ઘોષણા કરી હતી. અપડેટ ગેલેક્સી S23 સિરીઝ, S23 FE, Z ફોલ્ડ5, Z ફ્લિપ5 અને ટેબ S9 સિરીઝમાં ઉપલબ્ધ હોઈ માર્ચના અંતથી તે ઉપલબ્ધ થશે. તાજેતરમાં લોન્ચ કરાયેલી ગેલેક્સી S24 સિરીઝ સાથે સુમેળ સાધતાં આ અપડેટ હાઈબ્રિડ અભિગમ થકી ઉપભોક્તાના મોબાઈલ AI અનુભવનાં ધોરણોને નવી ઊંચાઈએ લઈ જતાં ઓન-ડિવાઈસ અને ક્લાઉડ- આધારિત AIને જોડે છે.
“ગેલેક્સી AI સાથે અમારું લક્ષ્ય મોબાઈલ AIના નવા યુગમાં આગેવાન બનવા સાથે ઉપભોક્તાઓને AI વધુ પહોંચક્ષમ બનાવાની તેમને સશક્ત બનાવવાનું પણ છે,” એમ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ખાતે મોબાઈલ eXperience બિઝનેસના પ્રેસિડેન્ટ અને હેડ ડી એમ રોહે જણાવ્યું હતું. “આ તો ફક્ત ગેલેક્સી AIની શરૂઆત છે, કારણ કે અમે 2024માં 100 મિલિયનથી વધુ ગેલેક્સી ઉપભોક્તાઓને આ અનુભવ આપવાની યોજના ધરાવીએ છીએ અને મોબાઈલ AIની અમર્યાદિત શક્યતાઓનો લાભ લેવા માટેની પદ્ધતિઓમાં નાવીન્યતા લાવવાનું ચાલુ રાખવાની પણ યોજના છે.”
અવરોધો પાર કરતો સંદેશવ્યવહાર
વધુ ગેલેક્સીના ઉપભોક્તાઓ હવે AI-સપોર્ટેડ મોડેલો પર સંદેશવ્યવહાર બહેતર બનાવતા ગેલેક્સી AI ફીચર્સના લાભ લઈ શકશે. ફીચર્સમાં મેસેજ ટોન સમાયોજન કરવાની ક્ષમતા, ચેટ આસિસ્ટનો ઉપયોગ કરીને 13 અલગ અલગ ભાષામાં મેસેજ ભાષાંતર કરવાનો સમાવેશ થાય છે. ગેલેક્સી ઉપભોક્તાઓ લાઈવ ટ્રાન્સલેટ થકી અસલ સમયમાં આંતરક્રિયાની શક્તિ અનુભવી શખે છે, જે ફોન કોલ્સ માટે વોઈસ અને ટેક્સ્ટ ભાષાંતર પૂરું પાડે છે. ઈન્ટરપ્રેટર સાથે ઉપભોક્તાઓ પ્રવાસ સમયે સ્થાનિકો સાથે ઉત્સ્ફૂર્ત વાર્તાલાપમાં સહભાઘી પણ થઈ શકે છે, કારણ કે સ્પ્લિટ- સ્ક્રીન ફીચર લાઈવ વાર્તાલાપ માટે ટેક્સ્ટ તરજુમો ઊપજાવે છે.
અસમાંતર ઉત્પાદકતા
ગેલેક્સી ઈકોસિસ્ટમમાં ગેલેક્સી AIનું વ્યાપક રીતે એકીકરણ AI-સપોર્ટેડ મોડેલો પર રોજબરોજનાં કામો ઉપભોક્તાઓને સહજ રીતે અનુભવવા પણ મળી શકે છે, જે કાર્યક્ષમતાની નવી સપાટી પ્રેરિત કરે છે. સર્ચ ફંકશન્સ સર્કલ ટુ સર્ચ વિથ ગૂગલ થકી સુધારવામાં આવ્યા છે, જે ઝડપી સર્કલ- મોશન્ડ જેસ્ચર સાથે જ્ઞાનાકાર સર્ચ પરિણામો ઊપજાવે છે. જીવન બહેતર ઓર્ગેનાઈઝેશન ફીચર્સ, જેમ કે, નોટ આસિસ્ટ ઉપભોક્તાઓને પફોર્મેટ્સ નિર્માણ કરવા, સમરીઝ ઊપજાવવા અને નોટ્સ ટ્રાન્સલેટ કરવા મદદરાપ થવા સાથે બ્રાઉઝિંગ આસિસ્ટ વ્યક્તિને નવા લોકોના વ્યાપક સારાંશ ઊપજાવીને અત્યંત ઝડપી રહેવામાં મદદ કરે છે. ટ્રાન્સક્રિપ્ટ આસિસ્ટ આસાનીથી મિટિંગ રેકોર્ડિંગ્સ આસાનીથી ટ્રાન્સક્રાઈબ કરી શકે અને સારાંશ અને ભાષાંતરો પણ આસાનીથી ઊપજાવે છે.
તારા ભીતરના કલાકાર માટે બેરોકટોક ક્રિયાત્મકતા
ગેલેક્સી AI સાથે સેમસંગ વ્યક્તિગતની ક્રિયેટિવ સંભાવના ઉજાગર કરવામાં તેની ભૂમિકા બેગણી કરે છે. ગેલેક્સીનું નવીનતમ અપડેટ ગેલેક્સી AI ટૂલ્સની શ્રેણી પ્રદાન કરે છે, જે ફોટો લીધા પછી પણ ક્રિયાત્મક સ્વાતંત્ર્યને પ્રોત્સાહન આપે છે. જનરેટિવ એડિટ થકી AI-સપોર્ટેડ ડિવાઈસીસ ઉત્તમ શોટ પરફેક્ટ કરવા આસાનીથી ઓબ્જેક્ટ્સને રિસાઈઝ, રિપોઝિશન અથવા રિઅલાઈન કરી શકે છે. ઉપભોક્તાઓ એડિટ સજેશન સાથે કોઈ પણ ફોટો અગાઉ કરતાં વધુ ઝડપથી અને આસાનીથી પોલિશ કરી શકે છે. ઘણા બધા રિ-શોટ્સની જરૂર નથી, કારણ કે ઈન્સ્ટન્ટ સ્લો -mo10 એકશન-પેક્ડ અવસરો મઢી લેવા માટે સ્લો-મોશન વિડિયોઝ માટે વધારાની ફ્રેમ્સ ઊપજાવી શકે છે.
ક્રિયેટિવિટી અને પર્સનલાઈઝેશન અહીંથી અટકતાં નથી. ગેલેક્સી ડિવાઈસીસને કસ્ટમાઈઝ કરવાનું AI-જનરેટેડ વોલપેપર્સ થકી અગાઉ કરતાં વધુ આસાન બન્યું છે, જે AI-સપોર્ટેડ ડિવાઈસીસને ઉપભોક્તા ક્રિયાત્મકતાને જીવંત લાવવા અભિમુખ બનાવે છે.