સુરતમાં રાષ્ટ્રીય સ્તરનું ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાયું

એલ.પી. સવાણી સ્કૂલના સંયોજનથી સુરત શહેરમાં બીજીવાર ભવ્ય સ્તરે રાષ્ટ્રીય સ્તરનું ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાયું. આ ટુર્નામેન્ટમાં દેશ વિદેશથી વિવિધ રાજ્યોના પ્રતિષ્ઠિત ૧૨૦4 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન મુખ્ય અતિથિ( d.e.o) ડૉ. ભગીરથસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું.
મુખ્ય વિશેષતાઓ:
૨૯૧ જેટલી શાળાઓ એ ભાગ લીધો.
દેશભરના 1200 થી વધુ ખેલાડીઓની હાજરી આપી.
છોકરાઓ અને છોકરીઓ સિંગલ તથા ડબલ્સ જોડીઓ તથા મિક્સ ડબલ્સ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે.
ખેલાડીઓમાં રમત પ્રત્યેનો જુસ્સો અને સુરત શહેરની આત્મિયતા ખાસ જોવા મળી.
એલ.પી. સાવાણી ગ્રુપના અધ્યક્ષ માવજીભાઈ સવાણી, ઉપાધ્યક્ષ ડૉ . ધર્મેન્દ્ર સવાણી, ડિરેક્ટર પૂર્વીમેમ, તથા પ્રિન્સિપલ ડૉ.મૌતુષી મેમ દ્વારા , “આવા રાષ્ટ્રીય સ્તરના ટુર્નામેન્ટથી સુરતના યુવાનોમાં રમતગમત પ્રત્યે નવી પ્રેરણા જાગશે અને ભવિષ્યના આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર થશે.”
આ સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ શહેરના રમતપ્રેમીઓએ વિશાળ પ્રમાણમાં ઉપસ્થિતિ આપી